________________
પુસ્તક વિષે સત્સંગ અને સતપુરુષ વિના ત્રણે કાળને વિષે કલ્યાણ થાય નહિ. જગતને બતાવવા જે કંઈ કરતો નથી તેને જ સત્સંગ ફળીભૂત થાય છે.
શ્રીમદ્ રાજચંદ્ર અવિકલ્પ સમાધિનું ધ્યાન મટતું નથી, તથાપિ અનેક વર્ષો થયાં વિકલ્પરૂપ ઉપાધિને આરાધ્યા જઈએ છીએ. - નાળિયેરનો ગોળ જેમ જુદો રહે છે તેમ અમે રહીએ છીએ.” આવાં વૈરાગ્ય જ્ઞાનમય વચનોથી પિતાની અંતર જાગ્રત દશા પ્રગટ કરી છે, એવા પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રની કલ્યાણમય ઉપદેશવાણની નેધ, આ “ઉપદેશછાયા” છે.
પ્રારબ્ધદયે મુંબઈમાં ઝવેરાતાદિને માટે વ્યવસાય હોવા છતાં અંતરંગ આત્મવિશુદ્ધિના પ્રબળપણુએ ઉદ્ભવતા વૈરાગ્યના બળે, એ વ્યવસાયમાંથી વારંવાર સમય કાઢતા, અને દૂરના અજાણ્યા ગામડાં, ખેતરે અને ઈરિના પહાડ જેવા ડુંગરાઉ જંગલ પ્રદેશમાં વિશેષ આત્મસ્થિરતાથે જતા. આવા સમયમાં એકાંતમાં એકલા રહેવાની વૃત્તિ છતાં આજુબાજુના ભાઈઓ તથા એમના પરિચયમાં આવેલ અને આવતા મુમુક્ષુઓ એઓશ્રીને ઉપદેશશ્રવણથે એમની પાસે આવી જતા. એ સમયે કુસુમથી પણ કેમળ એવું કરુણમય એ મહાપુરુષનું હૃદય મુમુક્ષુઓનું આત્મહિત કરનારું થતું.
વિ. સં. ૧૫રના શ્રાવણ ભાદરવા માસમાં આવી રીતે અતર પ્રદેશમાં કાવિઠા, રાળજ, વડવા, આણંદ આદિ સ્થળોએ વિચરવું થયેલ. એ સમયે ખંભાતના ભાઈશ્રી અંબાલાલ લલચંદભાઈ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org