________________
પ્રત્યક્ષ હોય એને જૂઠું કઈ રીતે માની શકાય ? પણ જો આ સત્યમાં આપણે ફસાઈ જઈશું તો દુઃખથી છુટકારો કદીય નહિ મેળવી શકીએ. પણ આ સત્ય પણ સમજવું જરૂરી છે કે નથી ગ્રહો દુઃખ દેતા, ન તો પાડોશી દુઃખ દે છે કે ન તો કર્મ દુઃખ દે છે. દુઃખ તો દે છે આપણો વિચાર. બીજો દુઃખ દે છે એ વ્યાવહારિક સત્ય છે, પણ નૈયિક સત્ય છે આપણો પોતાનો વિચાર દુઃખ દે છે.
અધ્યવસાય (નિશ્ચય-વિચાર) એ ચેતનાનું પરિણામ છે
અધ્યવસાયનો અર્થ છે- ચેતનાનું પરિણામ. અધ્યવસાયે જ કર્મનો દંડ દીધો છે. એ મૂળ (ખ) કારણ છે. આપણે તો માત્ર નિમિત્ત સુધી જઈને અટકી જઈએ છીએ. મૂળ સુધી પહોંચી શકતા નથી. અધ્યવસાય જ કર્મનું બંધન કરે છે. અધ્યવસાય હોય તો જ કર્મનું બંધન હોય. આ સ્થિતિમાં દુઃખ આપનાર કોણ ગણાય ? અધ્યવસાય કે કર્મ ? દુઃખ અથવા બંધનનું કારણ અધ્યવસાય છે. જીવ પોતાના અઘ્યવસાયને લીધે તિર્યંચ, દેવ, મનુષ્ય અને નરક ગતિનું બંધન કરે છે. પુણ્ય અને પાપનું કારણ પણ અધ્યવસાય જ છે.
वत्युं पडुच्च जं पुण, अज्झवसाणं तु होदि जीवाणं । णय वत्थुदो दु बंधो अज्झवसाणेण बंधोत्थि ।। सव्वे करेदि जीवो, अज्झवसाणेण तिरिय जेरइए । देवमनु य सव्वे, पुण्णं पावं च णेयविहं ।। અધ્યવસાય કારણ છે (મનમાં કરેલો સંકલ્પ કારણરૂપ છે)
આપણે ઊંડાણથી વિચારીએ. એક પ્રાણી (જીવ) પશુ થયો, ગાય, ઘોડો કે કૂતરો થયો. એને (પશુ) કોણે બનાવ્યો ? નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચાર ગતિ (જીવની) છે. એક જીવ નરકમાં ગયો. એક પશુ યોનિમાં ગયો, એક મનુષ્ય થયો અને એક દેવ થઈ ગયો. પેલા એક પ્રાણીને નરકમાં કોણે મોકલ્યો ? કોઈ એક પ્રાણીને મનુષ્ય કોણે બનાવ્યો? અને એક પ્રાણીને દેવ કોણે બનાવ્યો ? એનો ઉત્તર હોય કે- માણસ એના અધ્યવસાય (સંકલ્પ)થી એવો બને છે. કર્મ બિચારું કોણ છે જે એને એવો બનાવે ? જો માણસનો સંકલ્પ નરકમાં જવા જેવો ન હોત તો તે કદીય નરકમાં ન જાત.
ભગવાન્ મહાવીરે પ્રત્યેક ગતિનાં ચાર-ચાર કારણ બતાવ્યાં છે. ઓછાં તોલ-માપ વાપરનારો, વહેપારમાં ગરબડ કરનારો પશુ યોનિમાં
Jain Educationa International
સમયસાર . 85
For Personal and Private Use Only
www.jainelibrary.org