________________
ધર્મનું જ્ઞાન જાગશે નહિ. અઘ્યાત્મમાં પહેલાં શરીર વિશેના અજ્ઞાનને તોડવું છે. 'શરીર મારું નથી' એ અનુભવ કરવો પડે છે. જૈનદર્શનમાં એને ભેદ-વિજ્ઞાન કહેવામાં આવે છે. વેદાંત દર્શનમાં એને દેહાધ્યાસથી મુક્તિ કહેવાઈ છે. દેહાધ્યાસથી છુટકારો પામ્યા સિવાય કોઈ સાધના કરી શકતું નથી. ભેદ-વિજ્ઞાન વિના કોઈ સાધના કરી શકતું નથી. જો આપણે વ્યવહારના સત્યમાં જ અટકી જઈશું તો ધર્મની ચેતના સુધી પહોંચી શકીશું નહિ.
સંબંધ : ઘરનો
આ સત્યને બીજા સંદર્ભમાં જોઈએ. શરીર સાથે માણસનો નજીકનો સંબંધ છે. એનો બીજો સંબંધ ઘર સાથે છે. આત્મા રહે છે શરીરમાં અને શરીર રહે છે ઘરમાં. 'ઘર મારું છે'. એ વ્યવહારનું સત્ય છે. જો એ સત્ય ન હોત તો માણસ ઘર ન બનાવત. પણ નિશ્ચયનું સત્ય છે- ઘર મારું નથી.' મુનિ રાજર્ષિ દીક્ષા લઈ રહ્યા હતા. ત્યાં ઈન્દ્ર બ્રાહ્મણ રૂપે આવ્યા. એણે વિનંતી કરી, 'રાજ, આપ હમણાં જ દીક્ષા લઈ રહ્યા છો ? આપે તો ઘણાં મહાલયો બનાવવાનાં બાકી છે. આપ મોટા મોટા મહેલો બનાવો અને એક પ્રાસાદ બનાવો. ત્યારપછી દીક્ષાની વાત કરો', રાજર્ષિએ કહ્યું, 'બ્રાહ્મણ' તેં ઘણો વિચિત્ર ઉપદેશ આપ્યો ! તને ખબર નથી કે અહીં મારું ઘર બની શકે તેમ નથી. આજે જે ઘર બનાવાશે તે કાલે તૂટી જશે. હું એવું ઘર બનાવવા ઇચ્છતો નથી. હું તો એવું ઘર બનાવવા ઇચ્છું છું જે બનાવ્યા પછી કદીય તૂટે નહિ, જૂનું ન થાય, ખંડિયેર ન બને. અને એવું ઘર બનાવવા માટે જ હું પ્રસ્થાન કરી રહ્યો છું.
નવો જ દૃષ્ટિકોણ આવ્યો કે- આ ઘર મારું નથી. મારું ઘર છે મારું ચૈતન્ય, મારું ઘર છે મારો આત્મા- જ્યાં પહોંચ્યા પછી પાછા ફરવું પડતું નથી.
દુઃખનું કારણ
દુઃખી માણસ ઘણીવાર કહે છે કે- મને મારું કર્મ દુ:ખ થઈ રહ્યું છે. શનિ દુઃખ દઈ રહ્યો છે, રાહુ દુઃખ દઈ રહ્યો છે, પાડોશી દુઃખ દઈ રહ્યો છે. કર્મ દુઃખ દઈ રહ્યું છે એ વાત પણ સાચી છે. સૂર્યકિરણોની પણ એક અસર હોય છે. એ પણ માણસ પર અસર કરે છે. કોઈ માણસ કહે કે 'અમુક માણસ મને દુઃખ આપે છે.' એને પણ જૂઠું કેમ મનાય ? પાડોશી દરરોજ ગાળો દે છે. એ વાતને આપણે જૂઠી કઈ રીતે માનીએ ? જે
Jain Educationa International
સમયસાર
84
For Personal and Private Use Only
www.jainelibrary.org