________________
અને કોલસા સંતના શરીર પર ફેંક્યાં. જે ભક્તો સંતની સાથે ચાલી રહ્યા હતા તે બધા આ દશ્ય જોઈને ગુસ્સે થઈ ગયા. એ બોલ્યા, 'કેટલો અવિનયી છે આ માણસ !' કેટલાક લોક એને મારવા આગળ વધ્યા. સંતે કહ્યું, 'શાંત રહો.' લોક બોલ્યા, 'મહારાજ આપ રોકશો નહિ. આ મૂર્ખ માણસને મારવો જ યોગ્ય છે.’ સંતે શાંત સ્વરમાં કહ્યું, કેટલો સારો માણસ છે આ ? એણે સળગતા કોલસા ન ફેંક્યા. બુઝાયેલા કોલસા નાખ્યા. એમાં આપણું શું બગડ્યું ? એક વખત નાહી લઈશું એટલે બધો મેલ સાફ થઈ જશે.
વિઘ્ન છે વ્યસ્તતા
આ શુદ્ધ ચેતના કહેવાય. જ્યાં શુદ્ધ ચેતના હોય છે ત્યાં કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. બધા પ્રશ્નો મટી જાય છે. એક તરફ આપણે અશુદ્ધ ચેતનાને પાળી રહ્યા છીએ, એને પોષણ અને પ્રોત્સાહન આપી રહ્યા છીએ; તો બીજી તરફ અશુદ્ધ ચેતનાનાં પરિણામોથી ભયભીત રહીએ છીએ. આ બમણી મૂર્ખતા છે. જો ખરેખર આપણે સમસ્યાઓથી છુટકારો ઇચ્છતા હોઈએ તો આપણે ચેતનાને શુદ્ધ બનાવવાનો અભ્યાસ કરવો જોઈએ. આજનો માણસ પ્રશ્નોથી છુટકારો તો ઇચ્છે છે, પણ શુદ્ધ ચેતના જાગૃત કરવા માટે એની પાસે સમય નથી. જો કોઈ માણસને કહીએ કે- તમે ઘ્યાન કરતા જાઓ, થોડો વખત આત્મચિંતનમાં પણ કાઢો. તો તેનો ઉત્તર મળશે. હું ઘણો વ્યસ્ત છું. મારી પાસે પાંચ મિનિટનો પણ સમય નથી. હું માનું છું કે અત્યંત વ્યસ્ત રહેવું એટલે મોતને જલદી બોલાવવું. જે માણસ પોતાની જાતને વ્યસ્ત રાખે છે, પોતાના મગજને કદી ખાલી કરતો નથી તે કદાચિત્ મૃત્યુને ઘણો ગમે છે. મૃત્યુ એને જલદી પોતાને ઘરે બોલાવવા ઈચ્છે છે.
સમતોલતાનો નિયમ
ખાલી થવું એ જીવવાની કલા છે. જે માણસ સતત વ્યસ્ત હોય તે સમજદાર ન કહેવાય, એ અણસજભર્યુ જીવન જીવી રહ્યો છે. જે માણસ જીવનનું મૂલ્ય સમજતો હોય, જીવનનો અર્થ સમજતો હોય તે પોતાને વ્યસ્ત પણ રાખે છે અને ખાલી પણ રાખે છે. ખાલી રહેવું અને વ્યસ્ત રહેવું એ બેમાં સ્વસ્થ જીવનનું રહસ્ય છુપાયેલું છે. ખાવું અને ન ખાવું એ બન્નેનો મેળ એ સ્વસ્થ (નીરોગી) જીવનનું લક્ષણ છે. જો કોઈ માણસ સૂરજ ઊગવાની સાથે ખાવાનું શરૂ કરે અને પછીના દિવસે સૂર્યોદય સુધી
સમયસાર
Jain Educationa International
72
For Personal and Private Use Only
www.jainelibrary.org