________________
ઓળંગી જાય છે. લોભનો પ્રશ્ન ગૂંચવાડાભર્યો છે
એ વાત સમજી શકાય તેમ છે કે સાધના વિના ચેતનાને શુદ્ધ બનાવી શકાતી નથી. વિચારવાનાં બે દષ્ટિબિંદુ આપણી સામે છે. એક દષ્ટિબિંદુ છે- સાધના સિવાય ક્રોધથી દબાયેલી ચેતનાને મટાડી શકાય નહિ, લોભથી છુટકારો મેળવી શકાય નહિ. બીજું દષ્ટિબિંદુ છે. ક્રોધ કરવો જરૂરી છે, લોભ જરૂરી છે. આ બે દષ્ટિબિંદુઓમાં ઘણું અંતર છે. પ્રેક્ષાધ્યાન દ્વારા ક્રોધને શાંત કરવાના કેટલાક ઉપાય શોધી કઢાયા. એમના પ્રયોગ પણ સફળ થયા ભયથી મુક્ત થવાના પણ ઉપાય શોધાયા. પ્રેક્ષાધ્યાનની શિબિરોમાં એવા ઘણા માણસો આવ્યા જેને સતત ભય સતાવતો હતો. વગર કારણે જ ભય લાગતો હતો. ધ્યાનના પ્રયોગને લીધે એમનો ભય મટી ગયો. અભિમાન મટાડવાની યુક્િતઓ પણ શોધી કાઢી. પણ લોભ મટાડવાની ચાવી શોધવામાં આસુધી સફળ થયા નથી. આ સૌથી મોટી સમસ્યા છે. એનાથી મુક્ત થવાની ચાવીની શોધ આજે પણ ચાલુ છે. લોભનો પ્રશ્ન ઘણો ગૂંચવાડાભર્યો છે. લોભ એક એવો ભયંકર રોગ છે જેને માટેનો કોઈ અચૂક ઉપાય મળ્યો નથી. જો કે કેટલાક નિયમો મળ્યા છે પણ એને અમલમાં મૂકનાર પણ મળવા કઠણ છે. રોગી છે, દવા પણ છે પણ માણસ દવા લેવાની ઈચ્છા કરતો નથી. માણસનું માનસિક વલણ જ એવું બનેલું છે કે એ એમ ઇચ્છે છે કે આ દવા ન લઉ એમાં જ મારું ભલું છે. શુદ્ધ ચેતના
આ સમસ્યા અશુદ્ધ ચેતનાની છે, અને એ બધી સમસ્યાઓને પોષી રહી છે. એના ઉપર વિધેયાત્મક (હકારાત્મક) દષ્ટિથી આપણે વિચારવું જોઈએ. હિંદુસ્તાન અને સમગ્ર વિશ્વમાં સંતોની એક મહાન પરંપરા રહેલી | છે. એમાં કેટલાય હજાર એવા માણસો થયા છે, જેમણે પોતાની શુદ્ધ ચેતનાનો અનુભવ કર્યો છે અને શુદ્ધ ચેતનાવાળું જીવન જીવ્યા છે. જેઓ શુદ્ધ ચેતનાના આશ્રયે જીવે છે તેમને માટે કોઈ સમસ્યા પ્રશ્નરૂપ રહેતી નથી.
એક સંત ગામમાં પ્રવેશ કરી રહ્યા હતા. અનેક ભક્તો એમની સાથે હતા. સંતની સામે એક માણસ આવ્યો. એના હાથમાં એક વાસણ હતું. એમાં કોલસા-રાખ ભયાં હતાં. સંતની પાસે જઈને તરત એણે એ રાખ
સમયસાર 0 71
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org