________________
સીધો જ વીતરાગ થઈ જાઉં. તો એવો માણસ કદી સાધના કરી શકશે નહિ. સાધનાના આરંભમાં વિઘ્નો આવે અને માણસ એ વિનોને પાર કરતો આગળ ચાલે તો એ વિઘ્નોને પાર કરતાં કરતાં એક દિવસ એવી સ્થિતિ આવે કે બધાં વિનો પૂરાં થઈ જાય અને માણસ સરાગ સ્થિતિને પાર કરી વીતરાગ બની જાય. ધારણાનું પરિણામ
મને લાગે છે કે સાધના વિશેની આપણી ધારણાઓ બરાબર નથી. જ્યારે દષ્ટિકોણ સાચો હોતો નથી ત્યારે ઘણી ભ્રાંતિઓ જન્મે છે. અને ધારણામાં ભ્રાંતિ હોય ત્યારે આખી સ્થિતિ બદલાઈ જાય છે.
એક માણસે સેંકડો માણસોને જમણવારમાં આમંત્રિત કર્યા. તેમાં એક માણસનું પેટ ખરાબ હતું. આંતરડાં ખરાબ હતાં. એ જમણવારમાં જતો હતો ત્યાં રસ્તામાં વૈદ્યરાજજી મળી ગયા. પેલા માણસે કહ્યું, ‘વૈદ્યજી મહારાજ ! હું જમણવારમાં જાઉં છું.”
“ખાશો ?'
લાડુ.” લાડુ તો ઝેર છે !'
બીજાઓ જે ત્યાં જઈ રહ્યા હતા તેમણે સાંભળ્યું કે- 'લાડુ તો ઝેર છે.' એક માણસે બીજાને કહ્યું, જે માણસ જમણવાર કરી રહ્યો છે એના લાડુમાં તો ઝેર છે !' આ વાત એવી તો ફેલાઈ કે જમણવાર આપનાર તો રાહ જ જોતો રહ્યો ! કોઈ પણ માણસ જમવા આવ્યો નહિ !
ધારણામાં કેટલો ફેર પડી ગયો ! રોગીને માટે લાડુ ઝેર હોઈ શકે પણ બધા માટે નહિ. ખોટી ધારણાઓ રાખનાર માણસ આગળ વધી શકે જ નહિ. લોકો ઘણીવાર વિચારે છે કે- આ વાત પતી જાય તો અમે જઈએ, નહિ તો નહિ જઈએ. પણ એ લોકો એમ વિચારતા નથી કે કોઈ કામ શરૂ જ ન થાય તો એના પૂરા થવાનો પ્રશ્ન જ કઈ રીતે આવે ? અસફળતાનું કારણ
આચાર્ય કુન્દકુન્દ જઘન્ય શબ્દ વાપરીને એક મોટી સમસ્યા ઉકેલી છે. જ્ઞાનનો વિકાસ, દર્શનનો વિકાસ અને ચારિત્રનો વિકાસ એક કૂદકે ન થાય, એકસાથે ન થાય. કોઈ અલ્પજ્ઞાની એકસાથે કેવલી ન થઈ શકે. એક રાગી માણસ એકસાથે યથાપ્યાત ચારિત્રવાળો વીતરાગ નહિ બને. સાધના કરતાં કરતાં જ જ્ઞાન, દર્શન અને ચારિત્રનો વિકાસ થાય છે. જેમ જેમ
સમયસાર ૦ 56
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org