________________
વિકાસનો પ્રશ્ન
એક તરફ કહેવાયું કે જ્ઞાની અને સમ્યફ-દષ્ટિ મનુષ્યને કર્મનો બંધ થતો નથી. એ નિરાશ્રવ હોય છે. એને આસ્રવ હોતો નથી. પછી બીજી તરફ કહેવાયું કે જેનાં જ્ઞાન, ધ્યાન અને ચારિત્ર જઘન્ય હોય, ઉત્કૃષ્ટ ન હોય તે માણસ કોઈ વખત ધ્યાનની સાધના કરે છે, કોઈ વખત સમતાની સાધના કરે છે, કોઈ વખત તપસ્યા કરે છે અને કોઈ વખત એનાથી ઊલટું જ આચરણ કરવાનું શરૂ કરી દે છે.
એનું કારણ એ છે કે- જ્યાં સુધી જઘન્ય જ્ઞાન હોય ત્યાં સુધી આપણે નિર્વિકલ્પ કે સમતાની સ્થિતિમાં કે ધ્યાનની એક ધારામાં ૪૮ મિનિટ કરતાં વધારે સમય રહી શકતા નથી. ૪૮ મિનિટ પછી આપણાં પરિણામોનો પ્રકાર બદલાઈ જાય છે. ધ્યાનમાં બેઠેલો માણસ ૪૮ મિનિટ સુધી એક પવિત્ર ધારા (પ્રવાહ)માં રહી શકે છે. ત્યાર પછી ધ્યાનની સ્થિતિ બદલાઈ જાય છે. જો એ પહેલાં નિર્વિકલ્પ અવસ્થામાં હોય તો તેમાંથી સવિકલ્પ અવસ્થામાં આવી જાય છે. આપણે વિકાસની યાત્રા કરવાની છે. આપણે એવું ન માની લેવું જોઈએ કે આપણે કયાંક (ઠેકાણાસર) પહોંચી ગયા છીએ. જેણે દસ વર્ષથી સાધના શરૂ કરી હોય તે હજીય વિકાસની યાત્રામાં છે. આપણા મગજ પર કોણ જાણે કેટલાય સંસ્કારોનો ભાર પડેલો છે. તેથી એક કૂદકે આપણે સિદ્ધ બની જઈએ, સરાગમાંથી વીતરાગ થઈ જઈએ. એવું થવાનો કોઈ સંભવ નથી. ધારણા બદલો.
જ્યારે કોઈ સાધક કયાંક ભૂલ કરે ત્યારે લોકોને આશ્ચર્ય થાય છે. પણ એ લોકો એ વાતને ભૂલી જાય છે એ સાધક હજી સિદ્ધ થયો નથી, વીતરાગ થયો નથી. એ હજી સરાગ છે. એની સાધના રાગ-દ્વેષયુકત ચેતનાવાળી સાધના છે. એ સ્થિતિમાં એવું પણ બને કે એ સાધક ચાલતાં ચાલતાં કોઈ વખત લથડી જાય, કોઈ વખત પડી જાય, કોઈ વખત ઊભો થઈ જાય અને ફરીથી સાવચેત થઈ જાય. જીવનમાં કોણ જાણે કેટલીય વખત આવું બને છે અને કોણ જાણે કેટલાય જન્મોથી આ ક્રમ ચાલતો રહ્યો છે. આમ કરતાં કરતાં જ એક દિવસ તે વિતરાગની કક્ષામાં પહોંચે છે, જ્યાં પહોંચતાં બધી સ્થિતિઓ પૂરી થઈ જાય છે, બધી વિષમતાઓ પૂરી થઈ જાય છે. જો કોઈ માણસ પહેલે દિવસે જ એમ ધારીને બેસી જાય કે- હું તો એવી સાધના કરીશ કે જેમાં કંઈ તકલીફ ન આવે. અને હું
સમયસાર ૦ 55
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org