________________
આપણી અંદર પડ્યું છે. જરૂર છે એને જગાડવાની. અકથ્ય સુખ
હવાઈ યુનિવર્સિટીમાં પૉલિટિકલ સાયન્સના એક પ્રોફેસર ગ્લેનપેજ છે. તે પ્રેક્ષાધ્યાન શિબિરમાં ભાગ લઈ રહ્યા હતા. એક દિવસે તેમણે રાતમાં ધ્યાનનો પ્રયોગ કર્યો. પ્રયોગ કર્યા પછી તરત જ તે મારી પાસે આવ્યા અને કહે, આજે મેં સુખ અને શાંતિનો જેવો અનુભવ કર્યો છે એવાં સુખ અને શાંતિની કલ્પના અને અમેરિકન લોકો સ્વપ્નમાં પણ ન કરી શકીએ.
મેં પૂછ્યું, “આપને ખાવા-પીવામાં એવો કોઈ પદાર્થ મળ્યો જેને લીધે તમને સુખનો અનુભવ થયો ?'
ના.
મેં ફરી પૂછ્યું, “સુખનું કારણ શું થયું ?' (શું થયું જે કારણે તમને સુખ થયું ?)
ગ્લેનપેજે કહ્યું, ધ્યાન. કેવી રીતે મળ્યું ?'
ધ્યાનથી અપૂર્વ સુખે મળ્યું છે એ સત્ય છે. પણ એ કઈ રીતે મળ્યું એનું વિવરણ હું કરી શકતો નથી.
આપણા શરીરની અંદર વિદ્યુત છે. જ્યારે તે કામ કરવા લાગે ત્યારે માણસને બહુ સુખ મળે છે. આપણી સુંદર વિદ્યુતના અનેક તરંગો છે જ્યારે
જ્યારે આલ્ફા તરંગો (આલ્ફાવેઝ) તરંગિત થાય (તરંગોમાં ક્ષોભચંચળતા આવે) ત્યારે માણસને એટલું બધું સુખ મળે છે, જેટલું જગતના કોઈ પણ પદાર્થથી ન મળી શકે. એકાગ્રતા દ્વારા, ધ્યાન દ્વારા, ભક્િત દ્વારા, આંતરિક ચેતનાના વિકાસ દ્વારા એવાં રસાયણ ઉત્પન્ન થાય છે. અને એમનાથી સુખ મળે તેવું સુખ કોઈ પણ પદાર્થથી કયારેય પણ નથી મળતું. પદાર્થ અને સુખ
સૂત્રકૃતાંગ સૂત્રની ચૂર્ણિ (ટીકા)માં લખ્યું છે કે જ્યારે ઈર્યાપથિકી ક્રિયા (કષાયમફત ક્રિયા) વિકસે છે ત્યારે અનુપમ સુખનો અનુભવ થાય છે. ક્રિયાઓ બે પ્રકારની છે. ઈર્યાપથિકી અને સાંપરાયિકી. ઈર્યાપથિકી ક્રિયા કષાયમુક્ત હોય છે અને સામ્યરાયિકી ક્રિયા કષાયયુક્ત હોય છે. ઈર્યોપથિકી ક્રિયામાં જે સુખ મળે છે એના લીધે આપણે આંખો મીંચેલી રાખીએ છીએ. જ્યાં સુખ નથી એની પાછળ આપણે દોડ્યા જઈએ છીએ.
સમયસાર ૦ 46
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org