________________
णाणस्स पडिणिबद्धं, अण्णाणं जिणवरेहिं परिकहियं । तस्सोदएण जीवो, अण्णागी होदि णाद्व्वो ।। चारित्तपडिणिबद्धं कसायं जिणवरेहिं परिकहियं । तस्सोदएण जीवो, अचरित्तो होदि णादव्यो ।।
મિથ્યાત્વ, અજ્ઞાન અને કષાય એ ત્રણ આપણા જીવનમાં સૌથી મોટાં વિઘ્નો છે, સમસ્યા અને દુઃખ જન્માવનારાં છે. જ્યાં સુધી માણસનું | દષ્ટિબિંદુ બરાબર હોતું નથી ત્યાં સુધી સમસ્યાનું ચક્ર સતત ફરતું રહે છે.
જીવનની ઘણી બધી સમસ્યાઓ મિથ્યા દષ્ટિબિંદુને કારણે ઉત્પન્ન થાય છે. | માણસનું દષ્ટિબિંદુ બરાબર ન હોય તો તે દરેક વાતને ઊલટી જુએ છે. ખોટા દષ્ટિબિંદુને લીધે માણસ દોરડીને સાપ સમજી બેસે છે. એ ભયભીત થઈને નાસવા માંડે છે. ભયને લીધે ચીસો પાડવા માંડે છે. છીપલી ઉપર સૂર્યનાં કિરણો પડે ત્યારે તે ચમકવા માંડે છે. એને માણસ ચાંદીનો ટૂકડો સમજી બેસે છે અને એને મેળવવાના લોભમાં પડે છે. કિનારાની ભીની રેતી ઉપર સૂર્યનાં કિરણો પડે છે ત્યારે ચારે તરફ પાણી જ પાણી છે એમ લાગે છે. તળાવનું તળાવ છે એમ લાગે છે. જો કોઈ માણસ એ (ઝાંઝવા)ના | વિશ્વાસે મુસાફરીએ નીકળે તો શી દશા થાય ? જેમ જેમ માણસ આગળ | વધતો જાય તેમ તેમ તળાવ દૂરનું દૂર થતું જતું લાગે. એનું નામ છે મૃગ | મરીચિકા (મૃગજળ-ઝાંઝવાનું જળ). બિચારું હરણ એ રેતી પર પાણીની | આશાએ દોડે છે, દોડતું જ જાય છે. અને અંતે તરસથી વ્યાકુળ થઈને તે પોતાનો જીવ ગુમાવે છે, પણ પાણીનું એક ટીપું પણ એને મળતું નથી. સુખ ઃ તેમાં ત્રણ વિદ્ગો. " જ્યાં સુધી દષ્ટિબિંદુ બરાબર ન હોય ત્યાં સુધી આ મૃગજળ માણસને | સતાવ્યા કરે છે. એ સુખની લાલસામાં નીકળે છે અને દુઃખ પેદા કરતો જાય છે. જે માણસ પોતાનામાં સ્થિર થઈ જાય છે એમાં કોણ જાણે શુંય | રાસાયણિક પરિવર્તન થાય છે કે એ સુખ અનુભવવા માંડે છે. જે માણસે પોતાના શરીરને સ્થિર કરી લીધું હોય. વાણીને સ્થિર કરી લીધી હોય, | મનને સ્થિર કરી લીધું હોય તે સુખની દિશામાં પ્રસ્થાન કરી ગયો સમજવો.
જ્યારે આ ત્રણેય સ્થિર હોય છે ત્યારે અંદરની ચેતના જાગવા માંડે છે. | આત્મા સાથે સાક્ષાત્કાર થવો શરૂ થઈ જાય છે. સુખમાં ત્રણ વિઘ્નો છેમનની ચંચળતા, વાણીની ચંચળતા અને શરીરની ચંચળતા. જ્યાં સુધી આ ત્રણ વિનો ટકયાં છે ત્યાં સુધી કદીય સુખનો અનુભવ થઈ શકે નહિ. સુખ
સમયસાર ૦ 45
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org