________________
માણસની દષ્ટિમાં પુણ્ય અને પાપ એ બન્ને ય વિનરૂપ છે, વિજાતીય છે.
એ બન્નેય તેનાં સજાતીય થઈ શકતાં નથી. સજાતીય તો છે જ્ઞાન, દર્શન | અને ચારિત્ર. પુદ્ગલ વિજાતીય છે. પુણ્ય પણ પુદ્ગલ છે અને પાપ પણ પુદ્ગલ છે. પુદ્ગલ ભલે પુણ્યના રૂપમાં પ્રગટ થાય કે ભલે પાપના રૂપમાં પ્રગટ થાય, પણ પુદ્ગલ એ પુદ્ગલ છે. અને તે આત્માને બાંધનાર છે, ચેતનાને છાઈ દેનાર (ઢાંકી દેનાર) છે. પુણ્યનો ભોગ અને પાપનું બંધન
અધ્યાત્મનો મહત્ત્વનો નિયમ છે. માણસને પુણ્યના આકર્ષણમાંથી મુક્ત કરવો. હજારો વર્ષોથી માણસના મનમાં પુણ્ય તરફનું એક મોટું આકર્ષણ રહ્યું છે. માણસ બે વાતો ઇચ્છે છે. પુણ્ય વધતું જાય અને પુણ્યનું ફળ મળતું જાય. આ બે વાતોમાં એ ફસાયેલો રહે છે. માણસ જ્યાં સુધી આ બે વાતોમાં ફસાયેલો રહે ત્યાં સુધી એનામાં ભયની ચેતના જાગશે, આત્માની ચેતના નહિ જાગે. જે દિવસે એને આ વાત સમજાશે કે પુણ્ય પણ કામનું નથી અને પુણ્યના ફલની આકાંક્ષા પણ ન કરવી જોઈએ તે | દિવસે અધ્યાત્મની ક્ષણ પ્રાપ્ત થશે. જે માણસ પુણ્યનું ફળ ભોગવવા માંડે છે તે વસ્તુતઃ પાપને એકઠું કરે છે. પુણ્ય ભોગવવાથી પાપના બંધનમાં પડાય છે, અને એ સંસારનો હેતુ છે. એવા માણસને સુશીલ કઈ રીતે કહેવાય ?
कम्ममसुहं कुसीलं सुहकम्मं चावि जाणह सुसीलं ।
कहं तं होदि सुसीलं, जं संसार पवेसेदि ।। વિચારનું ચક્ર ચેતનાના બે પ્રકાર છે- સવિકલ્પ ચેતના (જ્ઞાન) અને નિર્વિકલ્પ ચેતના. જેમાં એક પછી બીજો વિકલ્પ જાગતો રહે, એક પછી બીજો વિચાર આવતો રહે તે છે સવિકલ્પ ચેતના. આખો દિવસ વિચારો અને વિકલ્પોની હારમાળા ચાલ્યા કરે છે. વિકલ્પ જ વિકલ્પ ઊઠતા રહે છે. કયાંય વિકલ્પોનો અંત જ આવતો નથી. વિચારોનો તાંતણો અટકતો જ નથી. એક દિવસમાં તો કોણ જાણે કેટલાય વિચાર માણસના માનસપટ પર ઊતરી આવે છે ! કોઈ વખત સારો વિચાર, કોઈ વખત ખરાબ વિચાર, કોઈ વખત લાભદાયક, કોઈ વખત હાનિકારક, કોઈ વખત હર્ષ પેદા કરનાર અને કોઈ વખત શોક પેદા કરનાર વિચાર ઉત્પન્ન થઈ જાય છે. વિચારોનું એક ચક્ર છે. માણસના વિચાર બદલાતા જ જાય છે. જો સવારથી સાંજ સુધીના વિચારોની નોંધ
સમયસાર ૦ 42
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org