________________
3.
બંધન અંતે બંધન છે
જીવનનું તણખલું : આકર્ષણનો પ્રવાહ
આકર્ષણ અને વિકર્ષણ- આ બે શબ્દોની વચ્ચે જીવનની યાત્રા ચાલી રહી છે. કોઈ એક વસ્તુ તરફ આકર્ષણ જન્મે છે અને બીજી કોઈ વસ્તુ તરફ વિકર્ષણ પેદા થાય છે, ધૃણા અને દ્વેષ જાગે છે. વિકર્ષણ એક સમસ્યા (કોયડો) છે, તો આકર્ષણ એનાથીય વધારે ગંભીર કોયડો છે. એકલા આકર્ષણે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. પદાર્થ તરફ આકર્ષણ, સત્તાનું આકર્ષણ, વસ્ત્રનું આકર્ષણ, વ્યક્તિનું આકર્ષણ, ચારે બાજુ આકર્ષણ જ આકર્ષણ. કોણ જાણે કેટલાં આકર્ષણો છે ! એમ લાગે છે કે- જાણે આકર્ષણના પ્રવાહમાં જીવનનું તણખલું તણાતું જાય છે. માણસ વિકર્ષણને સમજી જાય છે અને તેને છોડવાનો પ્રયત્ન કરે છે, પણ આકર્ષણને છોડવું બહુ કઠણ થઈ પડે છે. ધર્મશાસ્ત્રમાં આ બન્ને શબ્દોના પ્રતિનિધિ શબ્દો છે- પુણ્ય અને પાપ. જો ધાર્મિક માણસ પાપ અને પુણ્યના ચક્કરમાં ફસાયેલો રહે તો માની લેવું કે એ ખરા અર્થમાં ધાર્મિક નથી. માણસનો અઘ્યાત્મના ક્ષેત્રમાં જેવો પ્રવેશ થાય કે તરત પાપ અને પુણ્ય પડદા પાછળ જતાં રહે છે. જો પાપ અને પુણ્ય પડદા પાછળ ન જતાં રહે તો ખરા અર્થમાં ધર્મનું અવતરણ થતું નથી. અધ્યાત્ની ચેતના જાગતી નથી. પુદ્ગલ વિજાતીય છે
આચાર્ય કુન્દકુન્દે અધ્યાત્મ અંગેનો એક મહત્ત્વનો નિયમ આપ્યો છેજેમ પાપ તજવા યોગ્ય છે તેમ જ પુણ્ય પણ હોય છે. પુણ્ય અને પાપ એ બન્નેય સંસારના હેતુઓ (કારણો) છે, મોક્ષના હેતુ નથી. परमट्ठ बाहिरा जे ते अण्णाणेण पुण्णमिच्छति । संसारगमणहेतुं वि, मोक्खहेतुं अजाणता ।।
પુણ્ય અને પાપના સ્વરૂપમાં અંતર છે, હેતુમાં અંતર છે, અને અનુભવમાં પણ અંતર છે. પણ બન્નેય બંધનકારક છે. અશુભ પરિણામ એ પાપનો હેતુ છે અને શુભ પરિણામ એ પુણ્યનો હેતુ છે. ખરાબ ફળ આપવું એ પાપનો સ્વભાવ છે, અને સારું ફળ આપવું એ પુણ્યનો સ્વભાવ છે. પાપ અને પુણ્યનો અનુભવ જુદો જુદો હોય છે. એ બન્ને વિજાતીય છે. આત્મ-સાક્ષાત્કાર અને પરમાત્માનો સાક્ષાત્કાર કરવાની ઇચ્છા રાખનાર
Jain Educationa International
સમયસાર
41
For Personal and Private Use Only
www.jainelibrary.org