________________
થઈ જાય છે કે દરેક ભાઈના મનમાં થાય છે કે આ બધોય ધન-વૈભવ મારા હાથમાં આવી જાય તો ઠીક થાય. અમે જોયું છે કે જે ભાઈઓમાં રામ-લક્ષ્મણ જેવો પ્રેમ હતો તે પણ સ્વાર્થ ચેતનામાં એવા તો ખરડાઈ ગયા કે જેની કલ્પના પણ ન થઈ શકે. આવું કેમ થાય છે ? જ્યારે સ્વાર્થ-ચેતના પુષ્કળ પ્રબળ થઈ જાય છે ત્યારે આવી સ્થિતિ ઉત્પન્ન થાય છે. મગજ સામુદાયિક (વિચારવાળું) બનવું જોઈએ
સામુદાયિક જીવન જીવવું હોય તો સામુદાયિક ચેતનાનો વિકાસ જરૂરી છે. અને સામુદાયિક ચેતનાનું જાગવું ત્યારે જ સંભવે જ્યારે આપણું મગજ સામુદાયિક (વિચારવાળું) થાય. જો મગજ આવું ન હોય તો સામુદાયિક ચેતના કદી જાગી શકે નહિ. સામુદાયિક ચેતના જગવવી હોય તો વ્યક્તિ-ચેતનામાં સુધારો કરવો પડે. વ્યક્તિ-ચેતનાને આઘ્યાત્મિક-ચેતના દ્વારા જ સુધારી શકાય. જ્યારે 'મારું કશુંય નથી' એવી ચેતના જાગી ઊઠે તો સ્વાર્થ ચેતના પ્રબળ નહિ થાય. દરેક બાળકમાં આ પ્રકારની ચેતના જગાવી દેવી જોઈએ કે- હું એકલો છું, મારો આત્મા એકલો છે. મારો આત્મા જ્ઞાનમય, દર્શનમય છે, મારો આત્મા ચેતનામય છે. એના સિવાય મારું કશુંય નથી. હું કશુંય સાથે લાવ્યો નથી. કશુંય મારી સાથે આવવાનું નથી. જે કંઈ મળ્યું છે એ માત્ર સંયોગ જ છે.
एगो मे सासओ अप्पा, नाणदंसणलखो ।
सेसा मे बाहिरा भावा, सव्वे संजोगलक्खणा ।।
જ્યારે અઘ્યાત્મની ચેતના જાગે છે ત્યારે સ્વાર્થ પરમાર્થમાં બદલાઈ જાય છે. અઘ્યાત્મ-ચેતનાની જાગૃતિ એટલે - 'હું એકલો છું' એ સત્યનો અનુભવ થઈ જવો. આ સ્થિતિમાં સ્વાર્થ-ચેતના મંદ થતી જાય છે. વ્યક્તિના મનમાં-બીજાનો હક્ક લૂંટી લેવો, બીજાનો ભાગ પચાવી પાડવો. એવી ભાવના જાગતી નથી.
શાંતિપૂર્ણ જીવનનું રહસ્ય
જો આપણે બીજાઓની સાથે રહેવા માગતા હોઈએ તો આપણી સૌથી પહેલી જરૂર હોવી જોઈએ- અઘ્યાત્ની ચેતનાનો વિકાસ. 'આપણે એકલા છીએ', 'એકલા આવ્યા છીએ', 'એકલા જવાનું છે'. આ સંસ્કાર, આ ભાવના આપણી અંદર જેટલાં પિરપક્વ હશે એટલા આપણે કુટુંબ કે સમૂહની સાથે શાંતિપૂર્ણ જીવન જીવી શકીશું. સમયસારનો આ નિયમ શાંતિપૂર્ણ સહવાસનો પણ મહત્ત્વનો નિયમ છે. અધ્યાત્મની ઉપેક્ષા કરીને
સમયસાર
For Personal and Private Use Only
Jain Educationa International
108
www.jainelibrary.org