________________
ચેતનાનાં બે વરૂપ
ચેતનાનાં બે રૂપ છે- વ્યકિત ચેતના અને સામુદાયિક ચેતના. વ્યકિતચેતનાના પણ બે અર્થ છે. એનો એક અર્થ છે- અધ્યાત્મ-ચેતના, પરમાર્થની ચેતના અને તેનો બીજો અર્થ છે- સ્વાર્થ-ચેતના. પરમાર્થ-ચેતના છે હું એકલો છું, એકલો જભ્યો છું, એકલો સુખ-દુઃખ ભોગવું છું, એકલો જ આવ્યો છું, એકલાએ જ જવાનું છે, મારો આત્મા એકલો જ છે, કોઈ સાથીદાર કે સંગાથી નથી. આ સઘળું ચિંતન વ્યતિચેતનામાંથી જન્મે છે. વસ્તુતઃ સત્ય પણ આ જ છે કે- કોઈ કોઈના સુખ-દુઃખમાં ભાગ પડાવી | શકતું નથી. માણસ કોઈના માટે સમભાવ પ્રગટ કરી શકે છે, પણ તે કોઈના દુઃખમાં ભાગ પડાવી શકતો નથી. પીડા એ વ્યક્તિચેતના સાથે જોડાયેલું સત્ય છે. તે વ્યકિતગત હોય છે. વ્યક્તિચેતનાને એક અર્થમાં આપણે અધ્યાત્મચેતના કહી શકીએ છીએ. સુખ, દુઃખ, જન્મ-મરણ એ બધી વાતો આત્મા સાથે સંબંધ રાખનારી છે. વ્યક્િત-ચેતના
આચાર્ય કુન્દકુન્દ વ્યક્િતચેતનાનું બહુ સુંદર વર્ણન કર્યું છે. अहमेक्को खलु सुद्धो णिम्ममओ णाणदसणसमग्गो । तम्हि हिदो तच्चित्तो, सब्वे एदे खयं णेमि ।।
હું એકલો છું, શુદ્ધ આત્મા છું, મમત્વરહિત છું, જ્ઞાનદર્શનથી પરિપૂર્ણ છું, મારા આ સ્વરૂપમાં સ્થિત રહી, લીન રહીને જ આત્મા આશ્રવ-ક્ષયને પ્રાપ્ત કરે છે.
હું એકલો છું, બિલકુલ શુદ્ધ આત્મા છું. કશુંય મારું નથી. ઘન, ઘર, કુટુંબ, સગાં-સંબંધી, મિત્ર-એમાંનું કશુંય મારું નથી. એનો અર્થ થાય- બાહ્ય જગતનો અસ્વીકાર. વ્યવહારના જગતમાં આ મોટી અટપટી હોય એવી વાત લાગે છે. કેમ કે બધીય જાતના સંબંધો વ્યવહાર-જગતમાં બંધાય છે. માણસના મનમાં થાય કે- આ મારું ઘર છે, મારાં મા-બાપ છે. કુટુંબ, ઘન, મકાન, ખેતી-જમીન એ બધુંય મારું છે. સમાજનો અર્થ છે- મારાપણાની ભાવના. મારાપણાની ભાવનાથી જ સમાજ બને છે. મારાપણાની ભાવના
જ્યાં પૂરી થાય છે ત્યાંથી વ્યક્તિગત ચેતના, અધ્યાત્મ ચેતનાની હદ શરૂ થાય છે. વ્યક્િત-ચેતનાનું બીજું સ્વરૂપ , સામુદાયિક ચેતના અને વ્યકિતગત ચેતના- એ બે વિરોધી વાતો છે.
સમયસાર ... 106
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org