________________
| ૮.
ક્લબની સાથે કેમ રહેવું ? |
શાંત સહવાસનો પ્રશ્ન
મનુષ્ય સામાજિક પ્રાણી છે. તે સમાજની સાથે જીવે છે. સમાજનો સૌથી નાનો એકમ છે કુટુંબ. પરિવાર એ સુમેળનો એક પ્રયોગ છે. જો | માણસ બે-ચાર વ્યક્િતઓ સાથે શાંતિપૂર્ણ જીવન વિતાવી શકતો હોય તો
મોટા સમૂહની સાથે પણ તે શાંતિપૂર્ણ જીવન વિતાવી શકે. જો કુટુંબમાં લડાઈ-ઝઘડા, રોવું-રોવડાવવું એ બધું ચાલતું હોય તો તેનું જીવન નરકસમું થઈ જાય છે. શાંતિપૂર્ણ જીવન જીવવું હોય તો માણસે કુટુંબ સાથે શાંતિપૂર્ણ | રીતે રહેવું જરૂરી છે. એટલા માટે જ શાંતિપૂર્ણ સહઅસ્તિત્વનો નિયમ કરાયો કે એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્ર સાથે શાંતિપૂર્ણ રીતે રહે, અને સહઅસ્તિત્વનો સ્વીકાર કરે. જો કુટુંબમાં જ શાંતિમય સહ-અસ્તિત્વ ન હોય તો પછી સમાજમાં કે રાષ્ટ્રીય કે અન્તરાષ્ટ્રીય ક્ષેત્રમાં એ કયાંથી સંભવે ? એટલે પ્રશિક્ષણ (ટ્રેઈનિંગ)નો પહેલો પાઠ એ છે કે- માણસે કુટુંબ સાથે શાંતિપૂર્ણ રીતે રહેવું. દરેક માણસ આવું ઇચ્છે છે, પણ ઇચ્છવા છતાંય તે આવો થઈ શકતો નથી. ત્યારે પ્રશ્ન થાય કે આવું કેમ થતું નથી ?' જીવન શાંતિપૂર્ણ કેમ થતું નથી ? એનું શું કારણ છે ? અશાંતિનું કારણ
આપણે કારણો પર વિચાર કરીએ. કારણની પરીક્ષા કર્યા વિના આ | સમસ્યાને મટાડી શકાય નહિ. અશાંતિનું કારણ છે. ચેતનાનું અણઘડ હોવું.
માણસ શરીર, વાણી અને મનને લઈને જીવે છે. આ બધામાં સૌથી પહેલી | છે આપણી ચેતના. જ્યાં સુધી ચેતનામાં સુધારો થતો નથી ત્યાં સુધી | શરીર પણ ગંદા-ગંદા જેવું રહે છે. વાણી પણ અપવિત્ર અને ગંદી જેવી રહે છે. મન પણ નિર્મળ થતું નથી. આ બધાનું સંચાલન ચેતનાથી થતું હોય છે. ચેતના જો સુધરેલી હોય તો આ સૌ નિર્મળ થઈ જાય છે. જો ચેતના સારી ન હોય તો આ સૌ પણ સારાં થતાં નથી. ચેતનાનો પરિષ્કાર ન થયો હોય તો વિવેક જાગૃત ન થાય, બુદ્ધિ એટલી બધી વિકસિત નથી કે જેથી આપણે સત્યને સારી રીતે સમજી ન શકીએ. અને તેથી જ કુટુંબમાં | સંબંધોનો સુમેળ-કુમેળ ચાલતો રહે છે.
સમયસાર9 105
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org