________________
અધ્યાય ૧ નયપ્રધાન દર્શન–જ્ઞાન વિવરણ
(શાર્દૂલવિક્રીડિત) સર્વે ભૌતિક લાલસા જતી રહી જાગે મુમુક્ષા તથા લાધે જ્ઞાનશું વીતરાગપણની પાકી પરાકાષ્ટતા. કર્મો ક્ષીણ થતાં વિકાસ વધતાં આત્માતણી પૂર્ણતા; તે છે મેક્ષ સ્વરૂપ સૌ ભવિજને જે માર્ગને ઝંખતા. ૧ જેને તત્ત્વતણુ સદા ખરખરે રૂપે જ જોડેલ છે, તેની રુચિ યથાર્થ રૂપ સતતે સાચું જ છે દર્શન. અધ્યાત્મ પ્રગતિ સક્રિય રૂપ તે સમ્યક્ત્વ છે નિશ્ચયે, સંવેગ, પ્રશમે, વિરાગ, સુદયા વહેવારુ આસ્થામય. ૨ સંસારે પરિણામ શુદ્ધિ રૂપ જે કિયા અપૂર્વ સ્લરે આપે આપ જ એવી કે સ્થિતિ થતી કિવા નિમિત્તે વડે. જીવાજીવથી પુણ્ય પાપ અથવા શુભાશુભી આસ; સાતે સંવર, નિર્જર નવ ગણે જે બંધને મેક્ષ તે. ૩ નામ સ્થાપન દ્રવ્યભાવ રૂપ જે છે ચાર નિક્ષેપ તે સર્વ તત્ત્વ તથા જ અર્થ સઘળાં તે જાણવાં સાધન. જે છે નામ પરંપરાગત છતાં નિર્ગુણ નિક્ષેપને આરોપેલ જ સ્થાપના પ્રથમ છે, ભાવથી છે દ્રવ્ય તે. ૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org