________________
તત્તાખ્યાન–ઉત્તરાર્ધ.
પ્રન–પ્રત્યક્ષજ્ઞાનરૂપ ચેતન્ય અનાદિ છે, તેથી તે આંખ વિગેરે કરણ દ્વારા કેવી રીતે થઈ શકે?.
ઉત્તર–ચૈતન્યશક્તિ અનાદિ હોવા છતાં ચૈતન્યશક્તિને પ્રકાશિત કરનારી અન્તઃકરણની વૃત્તિ ઇન્દ્રિયના સંબંધથી ઉત્પન્ન થતી હોવાથી વૃત્તિવાળા ચિતન્યને સાદિ માનવામાં આવે છે. - પ્રત્યક્ષજ્ઞાનના સવિકલ્પ ૧ અને નિર્વિકલ્પ ૨ એવા બે ભેદે છે. “હું ઘડાને જાણું છું.”તેવા પ્રકારના જ્ઞાનને સવિકલ્પ કહેવામાં આવે છે. જેમાં સંબંધ, નામ, રૂપ વિગેરેનું બિલકુલ ભાન થાય નહિ, તેવું જ્ઞાન નિર્વિકલ્પ કહેવાય છે.
પ્રત્યક્ષજ્ઞાનના બીજા પણ બે ભેદે દર્શાવવામાં આવે છે. ૧ જીવસાક્ષિ અને ૨ ઈવર સાક્ષી. અવિદ્યારૂપ ઉપાધિવાળાને જીવસાક્ષી કહેવામાં આવે છે. આ ઉપાધિ દરેક જીવા
ત્મા ઉપર ભિન્ન ભિન્ન મનાય છે. કેમકે-જે એક જ પ્રકારની માનવામાં આવે તે મને અનુભવેલ પદાર્થોનું સ્મરણ વિષ્ણુદત્તને થવાને પ્રસંગ પણ આવી જાય; એથી દરેક જીવ ઉપર અવિદ્યારૂપ ઉપાધિ પૃથક્ પૃથક્ માનવામાં આવી છે. જે
ઈશ્વરનું ચૈતન્ય માયારૂપ ઉપાધિવાળું છે, અથવા માયારૂપ ઉપાધિવાળાને ઈશ્વર માનવામાં આવે છે. એ ઉપાધિભૂત માયા એક હોવાથી માયાયુકત ચેતન્ય પણ એકજ મનાય છે. આ કથનને નીચેનું વાક્ય પુષ્ટ કરે છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org