________________
જૈનદર્શન.
૪૩૭
સારી રીતે શ્રદ્ધાને દઢપણે રાખવામાં ઉત્તમ પ્રકારની વિરાગ્યની ભાવનામાં તથા ચારિત્ર વિષયક પ્રેમ પૂર્વક સુન્દર અભ્યાસ કરવામાં, જ્યારે તેઓ પિતાનું વીર્ય ફેરવવા સમર્થ થાય છે, ત્યારે કારણ ન હોવાથી તેને તેના ચારિત્રને અભાવ છે, એ વાત મનાયાજ કેવી રીતે ? હવે રહે બીજે પક્ષ તે પણ અયુક્ત સમજે, કેમકે યથાખ્યાત ચારિત્ર તે આત્માના પરિણામરૂપ હોવાથી આપણુ જેવાને જયારે અત્યત પક્ષ છે, ત્યારે તમારાથી બેલાય જ કેવી રીતે કે સ્ત્રીઓને યથાખ્યાત ચારિત્રમાં વિરોધને સંભવ છે, માટે સ્ત્રીમાં ચારિત્રને અભાવ અને તેને લઈને હીનસવપણું છે. એ વાત ઘરના બાલકે આગળ એકાન્ત અંધારા કમરામાં બેશી સમજાવવા લાયક છે.
પૂ. આગમ પ્રમાણથી એ વાત સિદ્ધ છે કે સ્ત્રીઓને મેક્ષ મળતું નથી.
ઉ. એ કથન પણ અયુક્ત સમજવું. કેમ કે આગમ તે, સ્ત્રિને મેક્ષ મળે છે. આ વાતને સારી રીતે સમજાવે છે –
इत्थी पुरुप्त सिद्धा य तहेव य नपुंसगा सलिगे अन्नलिंगे अगिहिलिंगे तहेव य ॥ ४९ ॥
–ઉત્તરાધ્યયનસૂત્ર, અધ્યાય છત્રીસમે, પૃ. ૫૧૧, તથા આવશ્યક સૂત્રમાં પણ સ્ત્રીઓ મેક્ષ માટે હકકદાર છે, તે વાતને જણાવવામાં આવી છે, જૂએ સિદ્ધસ્તરની ત્રીજી ગાથા
इकोवि नमुकारो निणवरवसहस्स वद्धमाणस्स। संसारसागराओ तारेइ नरं वा नारिं वा।१।।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org