________________
જૈનદર્શન.
૩૯
-
-
-
-
-
-
ઉપનિષકારો સાથે મુક્તિને વિચાર,
જ્ઞાન તે જ મેક્ષને ઉપાય છે, અને તે પણ સાક્ષિસ્વરૂપ આત્મામાં કલિપત છે, આ કથન પણ ઠીક નથી. કેમકે એમ માનવાથી જે સમયે તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થયું, તે જ સમયે મેક્ષ મળવાથી સંસારને જ ઉછેદ થવાથી જ્યારે તત્ત્વજ્ઞાનના ઉપપત્તિકાલમાં જ મોક્ષનું સંપૂર્ણ અસાધારણ કારણ મળી ગયું, ત્યારે વિલંબ થવાનું બીજું કોઈપણ કારણ બાકી નહિ હોવાથી તે જ વખતે મેક્ષ કેમ ન મળી શકે? કિંચ તે વખતે મોક્ષ મળવાથી શરીર વિગેરેને પણ સર્વથા ક્ષય થવાને જ અને જ્યારે શરીર વિગેરેને વિનાશ થયે, ત્યારે ઉપદેશસામગ્રીરૂપ શરીર નહિ રહેવાથી આપ લેકેને ઉપદેશ પણ કેણ આપવાને? અને તે સિવાય શાસ્ત્રો પણ કેવી રીતે ઉત્પન્ન થવાનાં? અને જ્યારે શાસ્ત્રોને જ અભાવ થયે, ત્યારે આપને કયાંથી ખબર પડી કે તત્વજ્ઞાન પેદા થવાથી મેલ તત્કાળ જ મળે છે. માટે તત્ત્વજ્ઞાન એ જ મોક્ષનું અસાધારણ કારણ છે એમ ન માનવું.
- કિચ એકલા જ્ઞાનથી જ કાર્ય થતું હોય તે જેમ રેગી મનુષ્ય વૈદ્ય પાસે જઈ રોગના ક્ષયનું જ્ઞાન સંપાદન કરવા છતાં પણ જો તે વૈદ્ય બતાવેલી ઔષધિ ન ખાય, તે તેને રોગ કદાપિ જ નથી; તેમ એકલું જ્ઞાન કામમાં આવતું નથી. કિન્તુ તેની સાથે તે વૈદ્ય ઉપર પ્રમાણિકપણને વિશ્વાસ તથા ઔષધિને ખાવાની ક્રિયા વિગેરે કામ કરવાથી જ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org