________________
જૈનદર્શન.
મતમાં અનેકાન્ત વિગેરે સત્ય-સુવર્ણ તે હેય જ કયાંથી? માટે વેદાન્તિકો પણ શૂન્યવાદિના સગા ભાઈ હોવાથી તેઓ પણ પ્રામાણિક કથાથી ઘણા જ દૂર છે. એ વાત ખૂબ દ્રઢતાપૂર્વક સમજવી. ઉપસંહાર તરીકે છેવટે પ્રાર્થના કરવામાં આવે છે કે પક્ષપાત છેડી, મધ્યસ્થપણું ધારણ કરી, એકાન્તમાં બેસી જે તત્તાતત્વને વિચાર કરવામાં આવે તે જરૂર જૈનેતર વિદ્વાને પણ ન્યાય આપવા ભાગ્યશાળી થઈ શકે અને તેમાં પણ જે એટલી વાત માનવામાં આવે કે “સાચું તે મારું, પણ મારું તે સાચું જ છે એ નિયમ નહિ–આ વાતને જે બરાબર મનેમન્દિરમાં કતરી રાખેલી હોય તે તેના વિચારો પણ જરૂર સોને માનનીય થઈ પડે. છેવટે યાદના નિરૂપણમાંથી સત્ય તત્ત્વ ગ્રહણ કરી ભવ્યાતમાઓ સત્યપથના અનુયાયી થાઓ. એવી અભ્યર્થના કરી વિરમવામાં આવે છે.
ઈતિ સ્યાદ્વાદ-નિરૂપણ સમાપ્ત.
જીવનું નિરૂપણું જૈનદર્શનના પ્રારંભમાં આચાર, પ્રમાણ, ઈશ્વર અને સ્યાદ્વાદ આ ચારનું સારી રીતે વિવેચન કરવામાં આવ્યું. હવે મન્તવ્ય પદાર્થોનું આગળ વિવેચન કરવામાં આવે છે. સૂક્ષ્મદષ્ટિથી વિચાર કરતાં જૈનદર્શનમાં જે કે અનન્તા પદાર્થો માનેલા છે, તે પણ તે તમામ જડ-ચેતનથી જૂદા ન હોવાને લીધે મુખ્ય રીતે બે જ પદાર્થો માનવામાં આવ્યા છે. જો કે નવતત્વ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org