________________
તવાખ્યાન.
ગોત્રવડે કાશ્યપ છે, યાચકવૃત્તિ કરે છે, ઈત્યાદિ કલ્પનાઓ જે જ્ઞાનમાં થાય તે સંજ્ઞાસ્કંધ.
પુણ્ય, પાપ વિગેરે ધર્મ સમુદાયને સંસ્કારસ્કધ કહેવામાં આવે છે, પૂર્વે અનુભવેલ વિષયના સ્મરણમાં જે ઉધક હોય, તે પણ સંસ્કારકંધ કહેવાય છે.
પૃથ્વી, અપૂ, તેજસુ, વાયુ, આકાશ એ પાંચ ધાતુ તથા રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ-એ વિગેરેને રૂપસ્કંધ કહેવામાં આવે છે.
आत्मानो अस्वीकार.
* આ ઉપર જણાવેલ પાંચ ઔધોથી ભિન્ન સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, ધર્મ, અધર્મ વિગેરે ધર્મોના આધારભૂત આત્મા નામને પદાર્થ બદ્ધમતમાં માન્ય નથી. આત્માની સત્તા ( હોવાપણું) સ્વીકારવામાં પ્રત્યક્ષ પ્રમાણ ઉપયોગમાં આવી શકતું નથી, કેમકે પ્રત્યક્ષ પ્રમાણ તે ઇંદ્રિયસંબદ્ધ વિષયેને ગ્રહણ કરે છે, આત્મા અરૂપી હોવાથી તેનું પ્રત્યક્ષ કેવી રીતે હોઈ શકે? એથી પ્રત્યક્ષપ્રમાણથી આત્મા સિદ્ધ થઈ શકતું નથી. તેમજ અનુમાનપ્રમાણથી પણ આત્મા સિદ્ધ થતું નથી, કેમકે આત્માને જણાવનાર કેઈપણ અવ્યભિચારી (દોષ વિનાનું) ચિહન મળતું નથી. પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણુ સિવાય બીજુ