SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ રિયર તવાખ્યાન. તારી પાસેથી ભાગીને તે મહર્ષિ પાસે જઈ તેમની ઉપર મૂત્ર પુરીષેત્સર્ગ વિગેરે કરશે, તેથી તેમની સભામાં હાંસી થવાની અને એને બલશ્રી મહારાજા નગર બહાર કાઢી મૂકશે. સાથ તમારે વિજય થવાને ગુરૂ કૃપાથી સર્વ સામગ્રી મેળવી રહગુપ્ત રાજ સભામાં ગયો અને તે પરિવ્રાજક પણ ત્યાં આવ્યા. રેહગુપ્ત જણા વ્યું જે તમારી ખુશીમાં આવે તે પૂર્વ પક્ષ કરે, હું ઉત્તર આપીશ. ત્યારે સમયને ઓળખી પરિવ્રાજકે પણ હગુપ્તને ઈષ્ટ, અને જેથી ખંડન થઈ શકે જ નહિ એ પ્રશ્ન કર્યો. - શુભ અશુભ રાશિની માફક તેવા પ્રકારની ઉપલબ્ધિ થતી હોવાથી જગતમાં જીવ અને અજીવ આ બે રાશિ છે. આ પક્ષ સર્વથા ઈષ્ટ છે તે પણ અભિનિવેશને લઈને ખંડન કરવા માટે ઉત્તરમાં જણાવ્યું કે તમારું કથન ઠીક નથી, કેમકે રાશિ ત્રણ પણ દષ્ટિ ગોચર થાય છે-અધમ, મધ્યમ અને ઉત્તમ. આ ત્રણ રાશિની માફક બીજા પ્રકારની ઉપલબ્ધિ થતી હોવાથી જીવ, અજીવ અને નેજીવ આ ત્રણ રાશિ જગતમાં છે, જીવ મનુષ્યાદિ, અજીવ ઘટાદિ અને ગિરેલીનું કાપેલું પુછડું થોડી વાર તરફડે છે તે દેશવિશેષ જીવ કહેવાય. આ વાત સાંભળી ચૂપ થઈ ગયેલ પરિવ્રાજકને બીજી કંઈ પણ યુકિત યાદ નહિ આવવાથી વિદ્યાને પ્રગ અજમાવ શરૂ કર્યો. ત્યારે રેહગુપ્ત પણ તેમજ કર્યું. છેવટ તેમાં ફાવી નહિ શકવાથી મહર્ષિ પાસે જે છેલ્લું શસ્ત્ર ગભીવિવાનું હતું તે અજમાવ્યું. ત્યારે આપણે પણ ગુરૂમંત્રિત
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy