SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાખ્યાન. ૧૫૭ પ્રથમ પ્રકારને માન્ય રાખવામાં આવે તે સુષ્ટિના ક્રમમાં વિપર્યાસ પણ થવા જોઇએ. યથારૂચિએ જયારે જગત્ અનાવે છે, ત્યારે એકજ નિયમથી સૃષ્ટિ રચતાં સ્ત્રીમાં પુરુષનાં લક્ષણે અને પુરૂષમાં સ્ત્રીનાં લક્ષણા વિગેરે યથેચ્ટ પણાથી ઘટના થવી જોઇએ. આ દોષ આવવાથી પ્રથમ પ્રકાર મનાશે નહિ. બીજો પ્રકાર માનવાથી ઈશ્વરમાં સ્વતંત્રતા રહેતી નથી. બીજાના આશ્રયથી જે કામ કરે તે સ્વતંત્ર કહી શકાય જ નહિ. આ તેા જડ ક સમૂહને આધીન થાય છે, સામાન્ય જગજીવાની જેમ જગદીશ પણ એમ પરતંત્ર રહે એ નહિ ઈચ્છવા ચેાગ્ય છે. ૩ જા પ્રકારની માન્યતા સ્વીકારવી પણ ચુક્ત નથી; કેમકે સવથા કૃતકૃત્યને ધર્મ વિગેરે કાઇ પણ કાર્યની અપેક્ષા હાઈ શકેજ નહિ. ૪ થા પ્રકાર પણ ઉપેક્ષા કરવા લાયક છે, કેમકે ક્રીડા વિગેરે ખાળજીવાને શેલે, ઈશ્વર જેવા વીતરાગ પરમપુરૂષને તે તે હાસ્યાસ્પદ જ ગણાય. ૫ મે પ્રકાર પણ માનવા લાયક નથી. નિગ્રહ અર્થાત્ બીજાને શિક્ષા કરવી અને અનુગ્રહ અર્થાત્ ઉપકાર કરવા એ અન્ને રાગ-દ્વેષ વિના હાઇ શકે નહિ. રાગ-દ્વેષ જેમાં રહેલા હાય તેને વીતરાગ પરમેશ્વર કેમ કહી શકાય ?
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy