SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ તત્ત્વાખ્યાન. અવકાશ ન હોવાથી આપત્તિદશામાં છળ વિગેરેથી પણ સ્વપક્ષ સ્થાપન કરે. એવું તેઓ (નૈયાયિકે) નું મંતવ્ય હેવાથી જલ્પકથામાં ચરિતાર્થ કરે છે. હેત્વાભાસ. વાસ્તવિક (સત્ય) હેતુ ન હોવા છતાં તેના જે જેમાં આભાસ થતું હોય, તે હેત્વાભાસ કહેવાય છે. અસિદ્ધ ૧, વિરુદ્ધ ૨, વ્યભિચારિ ૩, બાધિત ૪, અને સત્મતિપક્ષ પ. એમ પાંચ પ્રકારના હેતુઓ કહેવાય છે. જે હેતુ પક્ષમાં ન રહેતું હોય, તે હેતુ “અસિદ્ધ કહેવાય છે. જેમકે-ઘટ દ્રવ્ય અરૂપી હેવાથી અહિ જણાવેલ “અરૂપિપણું એ હેતુ (ઘડાને દ્રવ્યરૂપ સિદ્ધ કરવાના) પક્ષમાં રહેતું નથી. કેમકે ઘટદ્રવ્ય અરૂપિ નથી, પરંતુ રૂપી છે. તેથી તે અસિદ્ધ હેતુ ગણાય છે. જે હેતુ વિપક્ષમાં રહેતે હેય અને સપક્ષમાં ન રહે, તેવા હેતુને “વિરૂદ્ધ એવું નામ આપવામાં આવે છે. જેમકે શબ્દ નિત્ય છે, કાર્યત્વ હેવાથી. અહિં કાર્યત્વ હેતુ નિત્યત્વ રૂપ સાધ્યના વિપક્ષ-ઘટ વિગેરેમાં રહે છે, અને નિત્યત્વના સપક્ષ--આકાશ વિગેરેમાં રહેતું નથી. (નૈયાયિકની દષ્ટિએ આકાશ નિત્ય મનાય છે. ) તેથી આ વિરૂદ્ધ હેતુ કહી રાકાય. ૨ - પક્ષમાં,વિપક્ષમાં સપક્ષમાં રહેનારા હેતુને “વ્યભિચારીક
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy