________________
૧૨૦
તવાખ્યાન.
ચમત્કાર બતાવવાની ખાતર કઈ પણ પક્ષને સ્વીકારી તેને સમર્થન કરવામાં પ્રયાસ લેવામાં આવે તે “ અલ્પપગમ સિદ્ધાંત” કહેવાય છે. જેમકે શબ્દમાં દ્રવ્યત્વ ન માનનાર નૈયાયિક, આગ્રહથી અથવા પિતાની બુદ્ધિમત્તા દર્શાવવા એમ કહે કેશબ્દ ભલે દ્રવ્ય હોય, પરંતુ તે શું નિત્ય છે કે અનિત્ય? આમાં પ્રથમ શબ્દમાં દ્રવ્યત્વ માની તેના નિત્યાનિત્યત્વને વિચાર કર્યો. એ અભ્યપગમ સિદ્ધાંત છે.
અવયવ. પ્રતિજ્ઞા ૧, હેતુ ૨, ઉદાહરણ ૩, ઉપનય ૪, નિગમ પ એ પાંચ અવયના ભેદ છે. પક્ષધર્મ અને ધર્મનું પ્રતિપાદન કરતું જે વાક્ય તે જ પ્રતિજ્ઞા. જેમકે “આ પર્વત અગ્નિવાળે છે. વિગેરે ૧. જે વચનથી સાધનનું ભાન થાય તે હેતુ જેમકે ધૂમાડાવાળું હોય છે, તે તે સઘળું અગ્નિવાળું હોય છે, જેમકે રસોડું. આવાં ઉદાહરણે અન્વયિ ઉદાહરણ કહેવાય છે. ૨ જે અગ્નિવાળું ન હોય તે ધૂમવાળું પણ નથી હતું. જેમકે-નદી, ફ, તળાવ વિગેરે. આવાં ઉદાહરણ
વ્યતિરેકી કહી શકાય? ૩ ઉપસંહાર દર્શાવનાર વચન ઉપનય ગણાય છે. જેમકે આ પર્વત ધમવાળે છે. ” વિગેરે ૪. જે વાક્ય દ્વારા હેતુના ઉપદેશથી સાધ્યરૂપ ધર્મને ઉપસંહાર કરાય તે નિગમ. જેમકે આ પર્વત ધૂમવાળે હેવાથી અગ્નિવાળે અવશ્ય હે જોઈએ. ૫
તર્ક. જ્યારે વસ્તુનું સ્વરૂપ સારી રીતે સમજી શકાતું ન