SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ सातमो प्रस्ताव. નૈયાયિકમતના મૂળસૂત્રધાર અક્ષપાદત્રાષિ હવાથી નૈયાયિક મત આક્ષપાદ એવા નામથી ઓળખાય છે. આ મતમાં શિવને ઇશ્વર માનેલા છે. તે શિવ જ પૃથ્વી, પર્વત વિગેરે પદાર્થોના કર્તા છે અને સૃષ્ટિના સંહારક પણ છે. એમ તેઓનું માનવું છે. ફક્ત સુષ્ટિની રચના જ માનવામાં આવે તે પ્રતિક્ષણ ઉત્પન્ન થતે પદાર્થોનો સમૂહ સૃષ્ટિમાં સમાઈ શકે નહિ માટે તેને સંહાર પણ તેમનાથી જ માનવામાં આવ્યું છે. ન્યાયશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે તેની આ પ્રમાણે સિદ્ધિ કરવામાં આવે છે:- પૃથ્વી, પર્વત, સુધાકર, દિનકર, મકરાકર વિગેરે સર્વ વસ્તુઓ બુદ્ધિમાનું વ્યક્તિ વિશેષે બનાવેલી હોવી જોઈએ, કેમકે–તે કાર્યરૂપ છે, જ્યાં જ્યાં કાર્ય પણું જોવામાં આવે છે, ત્યાં ત્યાં તેને કર્તા પણ અવશ્ય હોય છે, જેમ ઘડામાં કાર્ય પણું હોવાથી તેને બુદ્ધિમાન કર્તા કુંભાર હોય છે તેમ પૃથ્વી, પર્વત વિગેરે જગતની સઘળી વસ્તુઓને પણ કર્તા અવશ્ય હવે જોઈએ. અને જે જગત્કર્તા છે, તેને જ ઈશ્વર જાણ જોઈએ. જ્યાં જ્યાં બુદ્ધિમત્કર્તકતા (બુદ્ધિમાનું કર્તા) નથી હતી ત્યાં ત્યાં કાર્યપણું પણ નથી હોતું; જેમકે આકાશને કઈ કર્તા નથી, તે તે કાર્ય પણ નથી. પૃથ્વી વિગેરેમાં કાય પણું રહેલું છે, તેથી તેમાં બુદ્ધિમત્કકતા પણ અવશ્ય સ્વીકારવી જોઈએ.
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy