________________
તત્ત્વાખ્યાન.
૮૯
ક્રિયા શબ્દ હેવાથી ક્રિયાનું કર્મ અવશ્ય હોવું જોઈએ કારણ કે તે નિર્વિષય હોઈ શકે નહિ.
કદાચ એમ કહેવામાં આવે કે- આકાશ પુષ્પાદિમાં નિવિષયક જ્ઞાન જેવામાં આવે છે.” તે જણાવવું જરૂરનું થઈ પડશે કે સત્ય પુષ્પનું જ્ઞાન થયા સિવાય આકાશ પુષ્પનું જ્ઞાન થઈ શકતું નથી તેથી તે એકાંતથી નિર્વિષયક કહી શકાય નહિ.
સ્વપ્નજ્ઞાન પણ અનુભવેલ અને જેએલ પદાર્થો સંબંધિ થતું હોવાથી નિરાલંબન કહી શકાય નહિ. “જ્ઞાનના વિષયભૂત પદાર્થો બ્રાંતિરૂપ છે ” એવું કથન અનુચિત લેખાય, કારણ કે-કેઈ અન્ય સ્થળે મુખ્ય અર્થ જોવામાં આવ્યું હોય અને તેનાથી વિપરીત પદાર્થ અન્યત્ર ઈદ્રિયાદિની અપટુતાથી જાણવામાં આવે; જેમકે-છીપમાં રૂપાની ભ્રાંતિ થવી. સારાંશ એટલે જ કે-ઉત્તરકાળમાં બાધજ્ઞાન થતું હોય ત્યાંજ ભ્રાંતિ મનાય, પરંતુ વાસ્તવિક રીતે અર્થ ક્રિયા થતી હોય ત્યાં પણ ભ્રાંતિ માનવાની ભૂલ કરવામાં આવે, તે એ ભ્રાંતિ માનનારાજ ભ્રાંતિરૂપ ઠરવાથી તેમના વચન પર પણ ભ્રાંતિ થાય એ સહજ છે, એથી જ્ઞાનાદ્વૈતની સિદ્ધિમાં તેમણે આપેલી યુકિતઓ પણ ભ્રાંતિરૂપ હેવાથી સજીને સ્વીકારી શકે નહિ.
સ્યાદ્વાદવાદને આશ્રય લેનારાઓને પરમાણુરૂપ તથા સ્થલ અવયવિ રૂપ એમ બન્ને પ્રકારે અપેક્ષાએ માનવાથી કઈ પણ પ્રકારે દેષને પ્રસંગ નથી. “ પ્રમાણ નહિ હેવાથી