________________
૫૪
તત્ત્વાખ્યાન.
• ઉત્પત્તિ સ્વયં વસ્તુને ઉત્પન્ન કરે છે; સ્થિતિ સ્વયં વસ્તુને સ્થાપન કરે છે, જરા સ્વયં વસ્તુને જીણું કરે છે, વિનાશ સ્વયં વસ્તુના વિનાશ કરે છે, ચાર ક્ષણ સુધી વસ્તુ સ્થિર રહે છે, એવી અન્ય માદ્ધોની માન્યતા વિચાર કરતાં અસત્ય ભાસે છે. કેમકે વસ્તુની ઉત્પત્તિનાં કારણે વસ્તુથી ભિન્નરૂપે દૃષ્ટિગોચર થાય છે, ત્યારે ઉત્પત્તિને વસ્તુની ઉત્પત્તિના કારણ રૂપે કેમ માની શકાય ? માટીના આકારરૂપ પરિણામને ત્યાગ કરી જલધારણ વિગેરે ક્રિયા કરવામાં સામર્થ્ય રૂપ પરિણામાંતરનું થવુ' એ ઘટની ઉત્પત્તિ છે. તેનાં કારણેા માટી, ક્રૂડ, ચક્ર વિગેરે છે. અહિં જેવી રીતે ઘટની ઉત્પત્તિમાં ચક્ર વિગેરે કારણા છે અને ઘટાકાર પર્યાય કાર્યાં છે; તેવીજ રીતે સર્વ વસ્તુઓમાં ઉત્પત્તિનાં કારણે ભિન્ન વિદ્યમાન હાવા છતાં ઉત્પત્તિને તેના કારણરૂપ માનવી એ બુદ્ધિની બલિહારી નહિ તે ખીજું શું ! સ્થિરતામાં કાલાદિ સામગ્રી કારણરૂપ છે. વિનાશમાં યષ્ટિ વિગેરેના પ્રહાર, પુરૂષાથ વિગેરે સામગ્રી કારણ છે. ચાર ક્ષણની પછીના ઉત્તરક્ષણમાં પણ વસ્તુની સત્તાના વ્યવહાર અવશ્ય થાય છે. એ સર્વના અનુભવને વિષય છે. ત્યારે સ્થિતિ, જરા, વિનાશને જ તેના કારણરૂપ કલ્પવાનું સાહસ કાણુ સ્તુત્ય કહી શકે ? ચાર જ ક્ષણ સુધી વસ્તુની સ્થિરતા કહેવી એ પણ પ્રતિપાદકની પ્રતિભાના અભાવના પરિચય આપે છે.
ઐદ્ધોનુ* અભિમત તત્ત્વ ક્ષણિકવાદનુ' પ્રતિપાદન યુક્તિયુક્ત નહિં હોવાથી મતિયુકત મનુષ્યને માન્ય થઈ શકે તેમ