________________
૬૧
અષ્ટાપદગત ૨૪ જિનને વંદન
હે જગના ચિન્તામણિ રત્ન સમાન ! હે જગતના નાથ ! હે જગતના ગુરુ ! હે જગના રક્ષક ! હે જગના બધુ ! હું જગતના સાથે વાહ ! [ મેાક્ષમાગ ના સાથવાહ ! ] હે જગતનું સ્વરૂપ જાણવામાં વિચક્ષણ ! હું અષ્ટાપદ પૂત ઉપર જેમની પ્રતિમા સ્થપાઈ છે તે ભગવંત! હે અષ્ટ–કના નાશક ! હું અપ્રતિહત [ જેને કયાંય અટકાવી ન શકાય તેવા ] શાસનવાળા ! ચાવીસે ય જિનેશ્વર ! આપ જગમાં સર્વોત્કૃષ્ટપણે વિજયવંતા છે. વિચરતા ઉત્કૃષ્ટ અને જઘન્ય જિનેશ્વરાને વંદન : ઉત્કૃષ્ટને વંદન
દરેકે દરેક કર્મ ભૂમિઓમાં,-બધું મળીને વધારામાં વધારે વિચરતાં પહેલા સંઘયણવાળા એકસો સિત્તેર તીથંકરદેવા મળી શકે છે. તથા તેમના નવ ક્રોડ કેવળજ્ઞાનીઆ અને નવ હજાર ક્રેડ સાધુએ મળે છે. જઘન્યને વંદન
હાલમાં વીસ તીથંકર ભગવંતા, [ તથા તેમના ] એ ક્રાડ કેવળજ્ઞાનીઓ અને બે હજાર ક્રોડ સાધુઓ [છે; તેમની ] હંમેશ સવારમાં [ વહાણામાં ] સ્તુતિ કરવી જોઈ એ. ભરતક્ષેત્રના પાંચ પ્રસિદ્ધ તીર્થાંના ચૈત્યાના જિનેશ્વરાને વંદન :
જય મામા; હે સ્વામી ! જય પામે.
[૧] શત્રુંજય ઉપરના ઋષભદેવ; [૨] ગિરનાર ઉપરના નેમનાથ પ્રભુ [૩] સાચાર—નગરના આભૂષણરૂપ વીરપ્રભુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org