________________
પાઠ : ૨૬
વૈયાવૃત્યકર-સૂત્ર
ભૂમિકા જિનશાસન ઉપર ભક્તિ ધરાવતા સમ્યગ્દષ્ટિ દેવને શાસનદેવ કહેવામાં આવે છે. આ શાસનદેવે શાસનની નિરંતર ભક્તિ કરતા રહે છે. શ્રીસંઘમાં ફેલાતા ઉપદ્રવાદિનું તેઓ નિવારણ કરે છે; તથા કઈ પણ કારણે શ્રીસંઘમાં કોઈને મનદુઃખ થયાં હોય તે તેને પણ દૂર કરે છે.
જૈનસંઘના ઈતિહાસમાં શાસનદેવની સેવાઓ સુવર્ણ ક્ષરે લખાએલી છે. આથી ચૈત્યવન્દન પ્રસંગે કાર્યોત્સર્ગ કરવા દ્વારા તેમનું સ્મરણાત્મક આરાધન કરવામાં આવે છે.
આ રીતે શાસનદેવેનું સ્મરણ કરવામાં સંઘની સુરક્ષિતતા, શાન્તિમય વાતાવરણ તથા વિયાવૃત્ય કરનારા તે દેવ પ્રત્યેની આપણી કૃતજ્ઞતાને વ્યક્ત કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થાય છે.
મા ૧૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org