________________
૧૭૬
તેમને પારગત કહ્યા છે અને આ પ્રમાણેની સિદ્ધ અવસ્થા. ગુણસ્થાનની પરંપરા વડે જ પ્રાપ્ત થતી હોવાથી તેમને પરંપરગત કહ્યા છે. તેઓનું સ્થાન લોકના અગ્રભાગે એટલે સિદ્ધશિલાથી ૭૬૬૬ ૩ ધનુષ્ય દૂર છે, એમ પણ આ સ્તુતિમાં અર્થતઃ જણાવ્યું છે.
બીજે નમસ્કાર પરમાત્મા શ્રી મહાવીરસ્વામીજીને કરવામાં આવ્યું છે, કારણ કે તેઓ છેલ્લા ભવ વખતે દ્રવ્ય-સિદ્ધ હતાં અને આજે ભાવ-સિદ્ધ છે. દેવના દે વડે પણ તેઓ વંદરાયા અને પૂજાયા હતા, કારણ કે તેઓએ ચાર ઘાતકર્મના ક્ષય વડે અર્ધપણું પૂજાને ગ્યપણું ઉપાર્જન કર્યું હતું. આવા શ્રી મહાવીરદેવને અપૂર્વ આત્મબળથી જે કઈ મુમુક્ષુ નમસ્કાર કરે છે, તે નર હોય કે નારી હેય, આ સંસારસાગરને તરી જાય છે. જેથી ગાથામાં બાવીસમાં તીર્થકર શ્રી અરિષ્ટનેમિને નમસ્કાર કરવામાં આવ્યું છે, અને તે દ્વારા ગિરનારતીર્થને નિર્દેશ કરવામાં આવ્યું છે.
પાંચમી ગાથામાં ચોવીસ તીર્થકરોની સંખ્યાનું જે રીતે વર્ગીકરણ થયેલું છે, તેના પરથી એ ગાથાને સંબંધ અષ્ટાપદ તીર્થની સાથે સમજવાનું છે. શ્રી ભરત ચક્રવર્તીએ. બંધાવેલા સિંહનિષદ્યા પ્રસાદમાં દક્ષિણ દિશામાં ચાર, પશ્ચિમ દિશામાં આઠ, ઉત્તર દિશામાં દસ અને પૂર્વ દિશામાં બે જિનબિંબે આવેલાં છે. . આ રીતે વીસે તીર્થકરે કે જે પરમાર્થ એટલે મેક્ષથી નિર્ણિતાર્થ થઈને-કૃતકૃત્ય થઈને સિદ્ધ ભગવંતરૂપે વિરાજે છે તે મને સિદ્ધિ આપે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org