________________
૧૬૮
અથવા દરેક રીતે મર્યાદિત છે. તેથી જ શ્રોતાને પિતાના કર્તવ્ય માટે તત્કાળ જાગ્રત કરી દે છે અને તેના પ્રમાદને સહસા ઉડાડી મૂકે છે. પરંપરાએ ઝપાટાબંધ કલ્યાણમાર્ગમાં દેરે છે.
ચેથી ગાથામાં વધારે સ્પષ્ટીકરણથી સ્તુતિ કરવામાં આવી છે. જેમ શ્રુતજ્ઞાનમાં વર્ણવવામાં આવેલાં દરેકે દરેક વિજ્ઞાને સિદ્ધ છે – શોધવામાં બાકી કે અપૂર્ણ નથીપણ સંપૂર્ણ, સાચા અને સામે પાંગ જ છે. જેના ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખીને જીવનમાં ઉતારવાને જરાએ સંકેચ રાખવાનું કારણ નથી. એક વાર એક વાત કહેવામાં આવી હોય, તે જ વાત પછીના વખતમાં ખોટી ઠરે, તે તેને ઠેકાણે બીજી શોધ આવે એવું નથી.
સંયમ સર્વ સુખનો ઉપાય છે. સંતેષ વિના સંયમ અશક્ય છે. અને દુનિયામાં પણ સંતોષ સુખનું મૂળ ગણાય છે. એવા સર્વ સુખના મૂળભૂત સંયમમાર્ગમાં આ શ્રુત નંદી–મંગળરૂપ – આશીર્વાદ સમાન – સાધક છે. આ શ્રુતની મદદ-વિના સંયમમાર્ગ અશકય, આપ્રાપ્ત અને ભારે થઈ પડે છે. ત્યારે આ શ્રુતની મદદથી તે શક્ય, સહસા પ્રાપ્ત અને સહજ-સરળ થઈ પડે છે. આ શ્રુતને દેવે અને માનવીએ સર્વમાન્ય ગણીને તેની આગળ પિતાનું માથું નમાવ્યું છે. આ કૃતમાં કેવળ જૈન ક્રિયાઓ કે કથાઓ જ નથી, પણ આખા જગતના દરેક દરેક પદાર્થો, તેના વિજ્ઞાન અને એકંદર આખા વિશ્વનું તત્ત્વજ્ઞાન તેમાં સમજાવ્યું છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org