________________
૧૬૭
અને અદ્દભુત સ્તુતિ કરવામાં આવી છે. આથી ઊંચા પ્રકારની જૈન દષ્ટિથી શ્રુતજ્ઞાનની સ્તુતિ ભાગ્યે જ મળી શકે. પહેલી ગાથામાં શ્રત રૂપ સામાયિક ધર્મના ઉત્પાદકે કેવા વિશિષ્ટ પુરુષે છે? જુદા જુદા ક્ષેત્રમાં હોવા છતાં દરેક સર્વ હેવાથી કૃતમાં દરેકની એકવાક્યતા જ રહે છે. જરા પણ પરસ્પર વિસંવાદ જેવામાં આવતો નથી, તેથી પ્રથમ તે શ્રતધર્મના ઉત્પાદકોની સ્તુતિ કરવામાં આવી છે.
બીજી અને ત્રીજી ગાથામાં મેહ અને અજ્ઞાન નાશ કરવાની શ્રુતજ્ઞાનની શક્તિ વર્ણવી છે. જ્ઞાન માત્ર સામાન્ય રીતે તે તે અજ્ઞાન અને નાશ કરે છે, પણ મેહને નાશ કરનાર નથી હોતા. પ્રાણી ઘણી વખત વસ્તુસ્થિતિ અને ગેરલાભ સમજવા છતાં મેહને વશ પડીને જાયે કરીને અનિષ્ટમાં પ્રવૃત્તિ કરે છે, ત્યારે આ શ્રુતજ્ઞાન અજ્ઞાનનાં પડેડ ભેદી નાંખે છે, અને સાથે મેહને પણ નાશ કરે છે. જન્મ-મરણ-વૃદ્ધાવસ્થા અને તેનાં પ્રેરક સર્વ કર્મોને નાશ કરે છે, એટલું જ નહીં પણ આનંદ અને પુષ્કળ કલ્યાણમય મોક્ષસુખ પ્રાપ્ત કરાવીને જ જંપે છે. આ શ્રત ખૂણેખાંચરે ખાનગીમાં ફેલાયેલું નથી – પણ પ્રસિદ્ધ જ્ઞાની પુરુષએ. પ્રમાણભૂત તરીકે સ્વીકારીને તેને પૂજ્ય ગણ્યું છે. લેક– લોકોત્તર સર્વવ્યવહાર અને ધર્મમાર્ગોની સીમાઓ એટલે કે મર્યાદાઓ એ શ્રુતજ્ઞાનમાં વ્યવસ્થિત ગોઠવવામાં આવી છે. અતિશક્તિવાળા વર્ણ કે અસંબદ્ધ પ્રલાપ નથી, પણ સીમાધર છે, એટલે દરેકેદરેક મર્યાદાઓને ધારણ કરનાર છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org