________________
૧૩૧
જિનેન્દ્ર ભગવંતની પ્રતિમા તે રૂપસ્થ અવસ્થા છે. અને તેમની સિદ્ધાવસ્થા તે રૂપાતીત અવસ્થા છે.
પ્રસ્તુત સૂત્રમાં અરિહંત પરમાત્માની પ્રતિમાનું આલ અન લેવાનુ છે એટલે આ આલંબન નામના ચેાથે ચેાગ અને છે તથા તે રૂપસ્થ અવસ્થાના ધ્યાનસ્વરૂપ થાય છે.
અહુ પ્રતિમાનું આલંબન લઈ ને [આ સૂત્રથી] કાચાત્સર્ગ કરવાના સંકલ્પ કરાય છે.
આ કાર્યાત્સગ વંદન, પૂજન, સત્કાર, સન્માન, ખેાધિલાભ તથા નિરુપસર્ગ -મેાક્ષ-નું નિમિત્ત લઈ ને કરવામાં આવે છે. તે વંદનાદિનો લાભ પામવા માટે આ કાયાત્સગ કરવાના છે. અર્થાત્ તે વંદનાદિથી જે લાભ થાય તે લાભ મળે તે માટે હું આ કાર્યોત્સર્ગ કરું છું.
જેમ આ રીતે વન્દનાદિના લાભ ભક્તાત્મા લે છે તેમ આ જગમાં જિનેશ્વરદેવના જે દ્રવ્યભક્તિરૂપ વન્દના, પૂજનાદિ થઈ રહ્યા છે તેની પણ અનુમોદનારૂપે લાભ લેવા માટે આ કાર્યોત્સર્ગ કરવાના છે. આથી ખ્યાલ આવશે કે સવિરતિધા પણ આ કાયોત્સર્ગી કરવા દ્વારા જગતમાં ચાલતી જિનેશ્વરદેવાની અંગપૂજા, અગ્રપૂજાદિ દ્રવ્યપૂજા પણ તેની અનુમોદના રૂપે તો કરે જ છે.
આવા વન્દનાદિ પણ વધતી જતી ઉત્કૃષ્ટ શ્રદ્ધા વગેરેપૂર્ણાંક જ કરવા જોઈ એ તે વાત પણ આ સૂત્રમાં જણાવવામાં આવી છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org