________________
૧૨૫
એટલે દુઃખને પિદા કરનાર અણસમજ કે ગેરસમજને જ નાશ વસ્તુતઃ અભિપ્રેત સમજવું જોઈએ. [૧૧] કર્મક્ષય ?
સર્વ કર્મને ક્ષય, જેથી સિદ્ધિગતિ પ્રાપ્ત થાય. [૧૨] સમાધિમરણઃ
પલકમાં સદ્ગતિ તેની જ થાય જેનું મરણ સમાધિથી થાય. આથી અહીં સમાધિમરણની પ્રાર્થના કરવામાં આવી છે.
પણ સબૂર ! મરણ વખતે સમાધિ રહેશે કે અસમાધિ તેને નિર્ણય તે આયુષ્યના થઈ ચૂકેલા બંધ ઉપર થાય છે.
એટલે ખરેખર તે આખું જીવન સમાધિમય વિતાવવું જોઈએ, જેથી ગમે તે પળે આયુષ્યને બંધ પડે તે તે સારો જ પડે અને તેથી મરણ વખતે સમાધિ જ મળે. [૧૩] બાધિલાભ ?
બધિ એટલે સમ્યકત્વ અથવા જન્માતમાં જિનધર્મની પ્રાપ્તિ. સર્વમંગલ :
પ્રણિધાનસૂત્રની છેલ્લી કડી સંસ્કૃત ભાષામાં છે. આ ખૂબ જ અદ્ભુત કડી છે; અત્યન્ત અર્થગંભીર છે.
જગતમાં જેટલા મંગલ છે તે મંગલે તે જ મંગલરૂપ છે, જે તેમનામાં મંગલપણું હેય. નવકાર મન્ત એ. મંગલ જરૂર છે, પણ તેમાં મંગલપણું – માંગલ્ય તે હેવું જ જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org