________________
૧૨૪
કહેવાય. સદ્દગુરુને સતત વેગ અનેક પાપથી બચાવનાર અને ધર્મમાં પ્રેરનાર બને છે. [૮] તદ્રવચનસેવા, આભવ; અખંડ :
તેવા સદ્દગુરુની આજ્ઞા અને ઇંગિત–આકારચેષ્ટા-નું બહુમાન કરીને પાલન કરવાની જીવનભર માટે અખંડિતપણે શક્તિ. [૯] વારિજજઈ :
અહીં ભક્તનું ભક્તિભર્યું હૃદય કેવું છલકાઈ ઊભરાઈ જાય છે તેનું અદ્ભુત નિરૂપણ કરવામાં આવ્યું છે. નિયાણું– આશંસા-પ્રાર્થના કરવાની શાસ્ત્રમાં ના હોવા છતાં ભક્તાત્મા પ્રભુ પાસે માંગણી ક્યા વિના રહેતું નથી કે, “મને ભવોભવ તારાં ચરણેની [પાદકમલની અને ચારિત્ર્યની ] સેવા પ્રાપ્ત થશે.”
વસ્તુતઃ ભૌતિક સુખની સામગ્રીની પ્રાર્થના તે જ નિયાણું છેઃ બંધન છે. એનું જ નિવારણ શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે, પણ મિક્ષપ્રાપક ચરણ-સેવાની માંગણી તે કદી નિયાણું નથી, માટે તેની પ્રાર્થના કરવી તેમાં કશું અનુચિત નથી. [૧૦] દુઃખક્ષય:
જિનેશ્વર ભગવાનના શાસનની સાચી સમજણ આવી જાય તે જ દુઃખ આવવા છતાં દુઃખનું સંવેદન ન થાય. આ જ વાસ્તવિક રીતે દુખBય છે. આથી અહીં દુ:ખનાશ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org