________________
૧૦૮
અહીં સવાલ થશે કે શું ઉપસર્ગોને હરનારા પાર્થ પ્રભુ નથી? એને ઉત્તર એ છે કે પાર્થ–પ્રભુ તો ઉપસર્ગહર છે જ પણ તેમને દાસ પાWયક્ષ પણ ઉપસર્ગોને હરવાની તાકાત ધરાવે છે. આ વાત અહીં સ્પષ્ટ કરવી છે.
[૨] વિસહર – કુલિંગ – મત : જે નમિઉણ મન્ત્ર કહેવાય છે તે “વિસહર વસહ જિણ કુલિંગ” છે. આ સત્રમાં વિહર” અને “કુલિંગ” બે પદો આવતાં હેવાથી આ મન્ચને વિસર-કુલિંગ મન્ત્ર કહેવાય છે.
[3] કઠે ધારેઈઃ મત્રના જપ રૂપે અને મન્નનું માદળિયું બનાવીને – બે ય રીતે – તેને કંઠમાં ધારણ કરી શકાય છે.
[૪] નર– તિરિએસુ પાર્શ્વપ્રભુને પ્રણામ કરનારા આત્માને મનુષ્ય કે તિર્યંચગતિમાં જવાનું થાય તે ત્યાં તેને દુઃખ અને દુર્ગતિ પ્રાપ્ત થતી નથી. એ અહીં જે અર્થ થાય છે તેની સામે બે સવાલ ઊભા થાય છે?
[૧] શું પ્રણામ કરનારે સમ્યગ્દષ્ટિ આત્મા હોય તે તેને નર કે તિર્યંચનું આયુષ્ય બંધાય કે માત્ર વૈમાનિક દેવનું આયુષ્ય બંધાય ?
[૨] જે તિર્યંચગતિમાં જાય છે તે દુર્ગતિમાં જ ગયે ને? તે પછી પ્રણામ કરનારાને તિર્યંચગતિમાં જાય તે ય દુર્ગતિ પ્રાપ્ત થતી નથી. એમ કહેવું તે વદતે વ્યાઘાત નથી?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org