________________
૧૦૭
આ લોકના દુઃખ કરતાં ય દુર્ગતિ તે ચક્કસ વધુ ખરાબ છે જ.
પણ તે વખતે ય જાણે કે તે આત્મા વિચારે છે કે, “સદ્ગતિમાં જઈને ય મારે શું કામ છે? હું તે પરમ ગતિ–મેક્ષ–માં જ જવાની વાત કેમ ન કરું?”
આથી જ છેલ્લે, તે આત્મા અજરામર સ્થાન મેક્ષપદની તરફ નજર કરે છે કે જેની પ્રાપ્તિ પાર્શ્વ–પ્રભુએ પ્રકાશેલા સમ્યફવથી જ શકય છે.
પ્રણામ તો મારા પુરુષાર્થથી થઈ શકશે પણ સમ્યક્ત્વ તે પ્રભુની કૃપાનો પ્રભાવ પડે તે જ પ્રાપ્ત થઈ શકે...એમ વિચારીને ભક્તિની ભાષામાં ભક્તિથી ઊભરાએલા હૃદયપૂર્વક તે ભક્તાત્મા છેલ્લે “સમ્યકત્વ જ માગે છે, જેના દ્વારા જન્મનો જ નાશ થાય છે. - જન્મ જ ગયે પછી દુઃખ પણ ક્યાં રહ્યું ? અને દુર્ગતિ પણ કયાં રહી? "
હવે આપણે ક્રમશઃ વિશેષાર્થ વિચારીએ.
[૧] ઉવસગ્ગહરં–પાસંઃ આ પદ સામાસિક પત્ર છે અને બીજા “પાસ” પદનું આ વિશેષણ છે. “ઉવસગ્નહર” પદમાં જે અનુસ્વાર છે તે બીજી વિભક્તિને અનુસ્વાર નથી; પરન્તુ તે અલાક્ષણિક છે. આથી હવે અર્થ એ કર. કે, “ઉપસર્ગોને હરનારા પાર્શ્વયક્ષવાળા પાર્શ્વનાથ ભગવંતને”
હું વન્દન કરું છું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org