SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ [૭] સામાન્યાર્થી હું ઈચ્છું છું, હે ક્ષમા-શ્રમણ ! આપને વંદન કરવાને યાપનિકા અને નિષેવિકીપૂર્વક [આપ મને વંદન કરવાની આજ્ઞા આપ.] ગુરુ કહેઃ તિવિહેણ ત્રિવિધે-મન-વચન-કાયાથી અર્થાત સંક્ષેપથી વંદન કરે. છંદેણ = જેવી તારી ઈચ્છા હોય તેમ કર. આ વાંદણ વખતે ગુરુવચન છે. શિષ્ય : હું આપને (બે હાથ જોડવાપૂર્વક) મસ્તકથી વંદન કરું છું. અહીં વંદન કરનાર મુનિ હોય તે ગુરુ તેને “મFએણ વંદામિ' કહે, અને જે ગૃહસ્થ હોય તે ધર્મલાભ” કહે. [૮] વિશેષાર્થ અને ઉહાપોહ જિનશાસનમાં ગુરુ પણ પિતાના વિનીત શિષ્ય સાથે બહુધા આજ્ઞાકરણ નહિ પણ ઈચ્છા પ્રદર્શનને વ્યવહાર કરતા હોય છે, તેઓ પિતાની ઈચ્છા માત્ર પ્રદર્શિત કરતા હોય છે. આને સાધુજીવનની દશવિધ ચક્રવાલ સામાચારીમાં “ઈચ્છાકાર” નામની પહેલી સામાચારી કહેવાય છે. એવી જ રીતે શિધ્યે ગુરુને વંદનાદિ કરવું હોય તે પહેલાં ગુરુની રજા માગવા ઈચ્છાકારેણ = આપની ઈચ્છાથી કહે એય જિનશાસનમાં કહેલે મડાન વિનયધર્મ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005316
Book TitlePratikraman Sutra Vivechana Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy