________________
૬૮ : ષડ્રદર્શન સુબાધિકા
સામાન્યથી ન બે વિભાગમાં વહેંચાયેલા છે. (૧) વ્યવ હારનય. (૨) નિશ્ચયનય.
(૧) જેના દ્વારા પદાર્થનું બાહ્ય સ્વરૂપ જણાય તથા જે અપવાદ માર્ગમાં લાગુ પડે તે વ્યવહારનય.
(૨) જેના દ્વારા પદાર્થનું અત્યંતર આંતરિક સ્વરૂપ જાણું શકાય તથા જે ઉત્સર્ગ માર્ગમાં લાગુ પડે તે નિશ્ચયનય.
નાના બીજી રીતે પણ બે વિભાગ થઈ શકે છે. (૧) દ્રવ્યાર્થિક, (૨) પર્યાયાર્થિક.
(૧) જે નય મુખ્યપણે દ્રવ્યને જ વિચાર કરે છે, પણ તેના ધર્મોને મુખ્ય પણે વિચાર કરતો નથી તે દ્રવ્યાર્થિક.
(૨) જે મુખ્યપણે દ્રવ્યને વિચાર કરતું નથી પણ ધમૅ= પર્યાને જ મુખ્યપણે વિચાર કરે છે તે પર્યાયાર્થિક. - આ જ બે નયને વિશેષથી વિચાર કરતાં સાત નામાં વહેંચવામાં આવેલ છે. (૧) નિગમ (૨) સંગ્રહ (૩) વ્યવહાર (૪) ઋજુસૂત્ર (૫) શબ્દ (૬) સમભિરૂઢ અને (૭) એવંભૂત.
સિદ્ધાંતવાદી આચાર્યોના કથન અનુસાર પ્રથમના ત્રણ ન દ્વવ્યાર્થિકમાં ગણાય છે. જ્યારે તાર્કિક આચાર્યો સિદ્ધાંત અબાધિત રાખી પ્રથમના ચાર નયે દ્રવ્યાર્થિકમાં ગણે છે. શેષ નયે પર્યાયાર્થિકના ભેદે છે.
(૧) નગમનય-જે પદાર્થને માત્ર એક અપેક્ષાએ વિચારતે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org