SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ષદર્શન સુબેધિકા : ૩૭ આત્માઓને કમને સંબંધ દેખાય છે તે આત્માઓ સ્વરૂપે શુદ્ધ હોવા છતાં અનાદિકાલથી પર–ભાવ=રાગદ્વેષ આદિથી યુક્ત છે તેથી જ્યાં સુધી પરભાવથી મુક્ત ન થાય ત્યાં સુધી તેમને કર્મને સંબંધ થાય જ છે. રાગાદિ અનાદિકાલથી હોવાથી કર્મને સંબધ પણ અનાદિથી જ છે. જે આત્માને રાગાદિ ન હોય અથવા જેના રાગાદિ ક્ષીણ થયા હોય તેના આત્માને કર્મબંધ થતું નથી. જૈનદર્શનમાં મુખ્યતયા કર્મના આઠ ભેદ માનવામાં આવ્યા છે (૧) જ્ઞાનાવરણીય, (૨) દર્શનાવરણીય, (૩) વેદનીય, (૪) મેહનીય, (૫) આયુષ્ય, (૬) નામ, (૭) નેત્ર અને (૮) અંતરાય. આ કર્મોના ઉદયથી આત્માનું શુદ્ધ સ્વરૂપ ઢંકાઈ જાય છે. જેથી તેને સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. જ્યારે આ આઠ કર્મોને ક્ષય થાય છે ત્યારે આત્મા શુદ્ધ સ્વરૂપી, નિજાનંદી થાય છે-સિદ્ધ થાય છે - જે સમયે આત્મા કર્મવગણને ગ્રહણ કરી કર્મસ્વરૂપે બનાવે છે ત્યારે તેમાં ચાર અંશનું નિર્માણ કરે છે. (૧) પ્રકૃતિ (૨) સ્થિતિ (૩) રસ અને (૪) પ્રદેશ. બંધના ભેદ પણ આ જ ચાર કહેવાય છે. - (૧) પ્રકૃતિબંધ –પ્રકૃતિ એટલે સ્વભાવ, આઠે કમને પિતાપિતાને ભિન્ન-સ્વભાવ બંધ સમયે નિયત થાય છે અથવા પ્રકૃતિ એટલે ભેદ, કર્મ જ્યારે બંધાય છે ત્યારે તેના ભેદ નિયત થાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy