________________
૨૦૨ : પદર્શન સુબાધિકા
મીમાંસા એટલે કોઈ વસ્તુના સ્વરૂપને યથાર્થ નિર્ણય કરે તે. વેદના બે ભાગ છે. કર્મકાંડ અને જ્ઞાનકાંડ, યજ્ઞની વિધિ તથા અનુષ્ઠાનનું વર્ણન કર્મકાંડનો વિષય છે. જ્યારે જીવ, જગત અને ઈશ્વરના વિધ્યનું વર્ણન કરવું તે જ્ઞાનકાંડને વિષય છે. આથી કર્મકાંડનું વર્ણન કરનાર દર્શનને મીમાંસાદર્શન અને જ્ઞાનકાંડનું વર્ણન કરનાર દર્શનને વેદાન્તદર્શન કહેવામાં આવે છે. આ ઉપરાંત કર્મકાંડ પૂર્વ છે અને જ્ઞાનકાંડ ઉત્તર છે, તેથી પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસાના નામે પણ અનુક્રમે મીમાંસાદર્શન અને વેદાંતદર્શન એળખાય છે.
મીમાંસાદર્શનને મૂળ ગ્રંથ જૈમિનિ સૂત્ર છે. આ સૂત્રે ઉપર શબરસ્વામીનું વિસ્તૃત ભાષ્ય છે, જે દ્વારા મીમાંસાના સિદ્ધાંત સ્પષ્ટ સમજાય છે. ત્યારબાદ અનેક ગ્રંથો તેમજ તે ઉપર ટીકાઓની રચના થયેલ છે. મીમાંસામાં ત્રણ વિશિષ્ટ મતે છે. (૧) ભાદૃમત જે કુમારીલ ભટ્ટને ગણાય છે. (૨) ગુરુમત જે પ્રભાકરને ગણાય છે અને (૩) મુરારીમત. મીમાંસાદર્શનને સુવ્યવસ્થિત તેમજ અન્ય માને કર્કશ તર્કથી બચાવીને
કપ્રિય તેમજ પ્રતિષ્ઠિત કરવાનું શ્રેય કુમારીલ ભટ્ટને ફાળે જાય છે. તેમના પ્રમુખ શિષ્ય હતા મંડન મિશ્ર. જેમની ભાર્યાનું નામ ભારતી હતું, જે સાક્ષાત્ સરસવતી સમાન હતા. કુમારીલ ભટ્ટે જ પ્રભાકરની પ્રતિભાથી મુગ્ધ થઈને તેમને ગુરૂની પદવી આપી હતી. મુરારી મિશ્રના મતેને ઉલ્લેખ ગંગેશ ઉપાધ્યાય તેમજ વર્ધમાન ઉપાધ્યાયે પિનાના ગ્રંથમાં કરેલ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org