________________
દર્શન સુબાધિકા : ૨૦૧ પ્રમાણપવાદ, પ્રગભેદ સ્વરૂપ અર્થને વિચાર કરેલ છે. તૃતીયાધ્યાયમાં કૃતિ, લિગ આદિ પ્રમાણેમાં પૂર્વ પૂર્વના પ્રાબલ્યને વિચાર કરવામાં આવેલ છે. આથી સિદ્ધ થાય છે કે સર્વત્ર બધાનું નિર્ણાયક કૃતિરૂપ એક જ પ્રમાણ છે, અને તેની અપેક્ષાયે બધા પ્રમાણે દુર્બળ છે. ચતુર્વાધ્યાયમાં પ્રધાન, અપ્રધાનીભૂત પ્રકતૃત્વને વિચાર, પંચમમાં શ્રુતિ આદિ છે પ્રમાણેને વિચાર, છઠ્ઠા અધ્યાયમાં કર્મ, કર્મને અધિકારી આદિની ચર્ચા, સપ્તમ અધ્યાયમાં અતિદેશને, આઠમા અધ્યાયમાં પ્રત્યક્ષ વચનના અભાવમાં પણ સ્પષ્ટ લિગેથી અતિદેશને તેમજ અસ્પષ્ટ લિંગેથી અતિદેશને વિચાર, નવમામાં હુને વિચાર, દશમામાં બાધના હેતુભૂત દ્વાર લોપના વિધાનને, અગીયારમાં તંત્ર વિષયક તેમજ બારમા અધ્યાયમાં પ્રસંગ, તંત્રી, નિર્ણય, સમુચ્ચય અને વિકલ્પને વિચારમાં કરવામાં આવેલ છે.
મીમાંસાનું મુખ્ય ધ્યેય વૈદિક કર્મકાંડની પુષ્ટિ કરવાનું છે. તે પુષ્ટિ બે રીતે કરવામાં આવેલ છે. (૧) વૈદિક વિધિ નિષેધ અર્થ સમજવા માટે અને એક બીજામાં એની સંગતિ બેસાડવા માટે વ્યાખ્યા પદ્ધતિને નિર્ણય કરે અને (૨) કર્મકાંડના મૂળ સિદ્ધાંતનું યુક્તિ દ્વારા પ્રતિપાદન કરવું
કર્મકાંડ માને છે કે આત્મા અવિનાશી છે તેથી મૃત્યુ પછી પણ વિદ્યમાન રહે છે અને સ્વર્ગમાં કર્મોના ફળને ભગવે છે. કઈ એવી શક્તિ છે કે જે કર્મોના ફળને સુરક્ષિત રાખે છે. વેદ અબ્રાન્ત છે અને આ જગત સત્ય છે આથી આપણું જીવન અને કર્મ સ્વપ્ન માત્ર નથી અર્થાત્ મિથ્યા નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org