________________
૧૯૪ : ષડ્રદર્શન સુધિકા વિકૃતિ છે. પ્રધાન કેઈનાથી ઉત્પન્ન થતું નથી અને પ્રધાનથી જ સમગ્ર પ્રપંચની ઉત્પત્તિ થાય છે, તેથી પ્રધાનને મૂલ પ્રકૃતિ કહેવામાં આવે છે. મહત્તત્વથી અહંકાર અને અહંકારથી પંચતત્માત્ર ઉત્પન્ન થાય છે. આથી મહત્તત્વ અહંકારની પ્રકૃતિ અને પ્રધાનની વિકૃતિ સિદ્ધ થાય છે. અહંકાર મહત્તત્વની વિકૃતિ અને પંચતત્પાત્રની પ્રકૃતિ છે. પંચતન્માત્રાથી પંચભૂતની ઉત્પત્તિ થાય છે. આથી પંચતન્માત્રા પંચભૂતની પ્રકૃતિ અને અહંકારની વિકૃતિ થાય છે. આથી મહત્તત્વ, અહંકાર અને પંચતન્માત્રા આ સાત ત પ્રકૃિતિ વિકૃતિ ઉભયાત્મક કહેવાય છે પંચભૂત અને એકાદશ ઈન્દ્રિય (પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને મન) આ સેળ તો વિકૃતિ કહેવાય છે, કારણ કે તેનાથી કંઈ ભિન્ન તત્ત્વ ઉત્પન્ન થતું નથી. આ રીતે ચોવીસ ત થયાં, અને પચીસમું તત્વ છે, પુરૂષ જે ન પ્રકૃતિ ન વિકૃતિ છે. જેની ચર્ચા આગળ કરાશે. આ તને સમજા. વતા ઈશ્વર કૃષ્ણ સાંખ્યકારિકામાં લખ્યું છે કે
मूल प्रकृति रविकृतिर्महदाद्याः प्रकृतिविकृतयः सप्त । षोडशकस्तु विकारो न प्रकृति नै विकृतिः पुरुषः ।।
ગુણ સ્વરૂપ–સત્વ, રજ અને તમ નામના ગુણે અનુક્રમે સુખ, દુઃખ તથા મેહાત્મક છે અર્થાત સુખ-દુઃખ તથા મેહ તેનું સ્વરૂપ છે. પ્રકાશ કરવું, પ્રવૃત્તિ કરવી તથા નિયમન કરવું તે તેઓનું કાર્ય છે. અર્થાત સત્વગુણથી પ્રકાશ થાય છે એટલે કે નાના પ્રકારના કાર્ય કરડ્યાનું જ્ઞાન થાય છે, રજોગુણથી નાના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org