________________
ષડૂદન સુમેાધિકા : ૧૮૫
ભક્તો ભગવત્કૃપાથી એને જાણી શકે છે. જીવાના ત્રણ ભેદ છે. (૧) બદ્ધ (૨) મુક્ત અને (૩) મદ્રુમુક્ત.
જડ-અચેતન જડે ત્રણ જાતનું, અપ્રાકૃત-પ્રકૃતિમાંથી ન ઉત્પન્ન થયેલું, પ્રાકૃત-પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલુ' અને કાળસ્વરૂપ આમાં જે પ્રાકૃત છે તેને જ માયા અથવા પ્રધાન કહે છે અને એના શુકલ, માહિત અને કૃષ્ણ (સત્ત્વ, રજ અને તમ) એવા ભેદો છે.
પરમાત્માનું સ્વરૂપ-સ્વતઃ જેમાં કાઈ પણ દેષ નથી, અને જે સ` કલ્યાણ ગુણ્ણાનેા રાશિ છે, એ ગૃહાના ભંગી, વરેણ્ય, કમલનેત્ર રિ ભગવાન છે, જે કૃષ્ણ છે. આ કૃષ્ણની સાથે વૃષભાનુની–રાધા રહેલ છે.
પરમાત્માની કૃપાના સાધન તરીકે ભક્તિ તેમજ પ્રપત્તિ ગણાવેલ છે. પ્રપત્તિ એટલે શરણાગતિ. આમાં સાધનાના ગને ત્યાગ અને પરમાત્માની કૃપા ઉપર માત્ર આધાર રાખવા તે હેાય છે.
ટૂંકમાં નિમ્બાર્કાચાર્ય રાધા સહિત શ્રીકૃષ્ણને ભજવાનું કહે છે. એમના અનુયાયીઓ માટે ભાગે ઉત્તર હિંદુસ્થાનમાં, મથુરામાં તથા મ’ગાળના કેટલાક ભાગમાં છે. નિમ્બાર્કના અનુયાયીઓ કપાળમાં ચેપીચ'દનની એ સીધી લીટી કરે છે, વચમાં કાળા ચાંદલા કરે છે અને તુલસીની કડી પહેરે છે, તેઓ શાંત રીતે કીતન કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org