________________
૧૪૪ : પદર્શન સુબેધિકા
ન્યાય દર્શનના પ્રવર્તક મહર્ષિ ગૌતમ છે. એમનું સ્થાન વર્તમાન દરભંગાથી ઉત્તર પૂર્વના કેણમાં અઠયાવીશ માઈલ દૂર આવેલ “ગૌતમ સ્થાન” નામનું એક સ્થાન મળે છે તે છે આની પાસે ગૌતમકુંડ નામનું એક મોટું તળાવ છે. આ સ્થાન ઉપર ચૈત્રી નોમના દિવસે મેટો મેળો ભરાય છે. મહર્ષિ ગૌતમના ન્યાયને પ્રાચીન ન્યાય કહેવામાં આવે છે અને ત્યાર પછી ઘણા સમય બાદ રચિત ન્યાયના પુસ્તકને નવ્ય ન્યાય કહેવામાં આવે છે. ન્યાય શબ્દને એક આગવે અર્થ પણ છે. પંચાવયવ વાય જેમાં પ્રતિજ્ઞા, હેતુ, દષ્ટાંત ઉપનય અને નિગમનને સમાવેશ થાય છે. તેનું બીજું નામ આન્વીક્ષિકી પણ છે. ટૂંકમાં પ્રમાણે દ્વારા પ્રમેય વસ્તુને વિચાર કરવો, પ્રમાણની વિસ્તૃત વિવેચના કરવી તે ન્યાય દર્શનનું મુખ્ય ધ્યેય છે.
ક
-
-
- -
- -
:
-
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org