________________
૧૪૨ : ષડ્રદર્શન સુબાધિકા જીવ અવિઘાવશ ચિત્તમાં રહેનાર કલેશ આદિથી પ્રભાવિત થત રહે છે, જ્યારે ઈશ્વર તેનાથી મુક્ત છે. જો કે જીવ પણ નિત્ય, અસહગ અને નિલેપ મનાય છે, તથાપિ ચિત્તાનુકારી હોવાથી તેમાં ઔપાધિક કલેશનું ભાન થાય છે અને ઈશ્વરમાં પાધિક ક્લેશની સંભાવના રહેતી નથી. આ ઈશ્વરમાં વિશેષતા છે.
સંક્ષેપમાં, કૈવલ્ય પ્રાપ્તિ કરવી તે જ મનુષ્ય જીવનને પરમ પુરુષાર્થ છે. એકાત્વિનું જ નામ કેવલ્ય છે. પ્રકૃતિના કાર્યભૂત મહત્તત્વાદિના વિલય થવાથી અને પુરુષની સાથે પ્રકૃતિને આત્યંતિક વિગ થવાથી જ પ્રકૃતિનું એકકિપણું સિદ્ધ થાય છે. પુરુષનું કૈવલ્ય એ છે કે આત્મા પિતાના સંપૂર્ણ પાયિક સ્વરૂપને છેડીને મૂળ સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે. આ કૈવલ્ય પછી આત્માને બુદ્ધિતત્વની સાથે કઈ દિવસ સંબંધ થતો નથી. પતંજલિએ બે પ્રકારની મુક્તિ બતાવેલ છે. પુરુષાર્થસૂચાનાં गुणानां प्रतिप्रसवः कैवल्यं स्वरूपप्रतिष्ठा वा चित्तिशक्तिः । તાત્પર્ય એ છે કે મહત્તત્વથી સુક્ષમભૂત પર્યત જે કંઈ પણ લિંગ શરીર આદિ ગુણ છે, તે બધાં પુરૂષના ભેગના સાધને છે. તે જ્યારે કૃતકાર્ય થઈ જાય છે ત્યારે પુરૂષાર્થ શુન્ય થઈ જાય છે. તે સમયે તે બધાં પિતાના કારણમાં લીન થઈને પ્રતિ પ્રસવની સંજ્ઞા પ્રાપ્ત કરે છે. બુદ્ધિ તત્વની સાથે આત્માને સંબંધ છુટી જવાથી આત્મા પિતાના મુળ, અડગ, નિર્લેપ સ્વરૂપમાં જ્યારે સ્થિર થઈ જાય છે ત્યારે તેને પુરૂષનું કૈવલ્ય કહેવામાં આવે છે. કેવલ્ય બાદ પુનર્જન્મ થતો નથી, કારણ કે કારણના અભાવમાં કાર્યનું થવું અસંભવ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org