________________
પદર્શન સુબાધિકા : ૧૩૯ કહેવાય છે. ધારણું ધ્યાન અને સમાધિ આ ત્રણેયનું મુખ્ય ફળ ગ છે અને અવાન્તર ફળ સિદ્ધિઓ છે. આ ત્રણેયની એક સંજ્ઞા સંયમ છે. - ત્રીજા પાદનું નામ વિભૂતિપાદ છે. વિભૂતિ એટલે શક્તિ તેને સિદ્ધિ પણ કહે છે. યોગની સાધના કરનારા સાધકને કેવી કેવી વિશેષ શક્તિને સિદ્ધિ મળે છે, તેનું વર્ણન આ પાદમાં કરવામાં આવ્યું છે. આવી શક્તિ શારીરિક, માનસિક કે આત્મિક પણ હોય છે જેમની સાધનામાં ધારણાનું અત્યંત મહત્વ છે, તેથી પુનઃ પતંજલિ કહે છે કે – રાવંશ ચિત્તસ્થ ઘારા અર્થાત્ ચિત્તની વૃત્તિને શરીરની અંદરના કેઈપણ ભાગમાં કે બહારના કોઈપણ ભાગમાં કે બહારના કેઈપણ દેશ અથવા તે પદાર્થમાં જોડી દેવાની ક્રિયા અથવા સાધના ધારણ કહેવાય છે. અંદરના કઈ ભાગમાં એટલે બે ભ્રમરની મધ્યમાં, હૃદયમાં અથવા તે
ગમાં વર્ણવવામાં આવેલા છ ચકોના કેઈપણ એક ચક્રમાં ડિવી તે એક દેશ કહેવાય છે. બહારના કેઈ દેશમાં એટલે કે કોઈ મંત્ર, શબ્દ, પ્રતિમા આદિ બહારના પદાર્થ કહેવાય છે. - ધારણા પછી ધ્યાન આવે છે. ધારણાના એક ધારા અભ્યાસથી ચિત્તની વૃત્તિ જે વસ્તુમાં લાગી હોય, તેમાં બરાબર જોડાઈ જાય ને પાણીના પ્રવાહની પેઠે એકતાનતાથી વહેવા માંડે તેને ધ્યાન કહે છે. ધ્યાનની સાધનાથી અત્યંત આનંદ પ્રાપ્ત થાય છે, જેનાથી જીવન ધન્ય બને છે. ધ્યાનની સિદ્ધિ માટે કંટાળાને તેમજ ચંચલતાને ત્યાગ અત્યંત જરૂરી છે. ત્યારબાદ સંસારના બીજા બધાં જ બાહા વિષયને છોડીને મન શાંત થાય ને પેતાના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org