________________
દર્શન સુબોધિકા : ૧૩૫ કહેવાય છે. સમાધિ માટે ચિત્તની વૃત્તિને નિરોધ થવે અત્યંત આવશ્યક છે. જ્યારે ચિત્તની વૃતિઓને નિરોધ થાય છે ત્યારે ચિત્તની વૃતિઓ ચિત્તમાં જ મળી જાય છે. સાથે સાથે ચિત્ત પણ આત્મા સાથે પોતાના મુળ રૂપમાં મળી જાય છે. આ જડ નિરોધ નથી પણ ચેતન છે. - સાધનાની મદદથી નિરોધની દશાને પામેલું મન જ્યાં ઉપરામ કે શાંત થાય છે ત્યાં અથવા તે દશામાં તે આત્માને અનુભવ કરે છે, ને આનંદ પામે છે. તે સમયનું સુખ ઈન્દ્રિયાતીત હોય છે. છતાં બુદ્ધિ તેને સમજી અને અનુભવી શકે છે. આત્માના એવા અનુભવ પછી કોઈ બીજો વિશેષ લાભ રહેતા નથી. આવા અનુભવને લીધે સર્વ પ્રકારના દુઃખે નાશ થાય છે અને સુખ સ્વરૂપ આત્મા પ્રત્યક્ષ અનુભવને કરાવનારી અવસ્થાને જ વેગ કહેવામાં આવે છે. મનની વૃત્તિઓના નિરોધ માટે સતત અભ્યાસની આવશ્યકતા છે. આ ઉપરાંત વૈરાગ્ય એટલે કે બહારના વિષયેથી પરાડમુખ થવું અત્યંત જરૂરી છે.
અભ્યાસ અને વૈરાગ્યની મદદથી ચિત્તવૃત્તિને નિરોધ થાય છે, જેને સમાધિ કહેવામાં આવે છે. સમાધિના મુખ્ય બે પ્રકાર છે, એક સંપ્રજ્ઞાત અને બીજો અસંપ્રજ્ઞાત. સંપ્રજ્ઞાત સમાધિ પ્રારંભિક અવસ્થાની છે. તેના ચાર ભેદે કહ્યા છે. (૧) સવિતર્ક, (૨) સવિચાર, (૩) આનંદમયી અને (૪) અસ્મિતાયુક્ત સંપ્રજ્ઞાન સમાધિમાં સંશય અને વિપર્યયથી શૂન્ય ધ્યેયને આકાર સારી રીતે સમજાય છે. આ અવસ્થામાં વૃત્તિ તે થેયાકાર રહે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org