________________
૯૪ : લડ્રદર્શન સુબેધિકા ૧૧ બેધિદુર્લભ ભાવના –
આ દુનિયામાં ઘણું પ્રાપ્ત કરવું સહેલું છે, માત્ર એક બેધિસમ્યકત્વની પ્રાપ્તિ અતિ દુષ્કર છે. સમ્યક્ત્વની પ્રાપ્તિ થવા સાથે જ શીધ્ર સંસારને છેદ થવાની શકયતા છે. આ બોધિ મને શી રીતે પ્રાપ્ત થાય? પ્રાપ્ત થયેલું ટકી શી રીતે રહે? વગેરેને વિચાર. ૧૨. ધર્મ સ્વાખ્યાત ભાવના – "
ધર્મ શું કહે છે? ધર્મ શું કરે છે? જગતમાં જે પૂજનીય વંદનીય બન્યા તેમણે આ ધર્મનું આરાધન કર્યું કે નહિ? આવી ધર્મ પ્રાપ્તિ મને થાય તે કેટલે ભાગ્યે દય? ઈત્યાદિ વિચારણું આ ભાવનાથી શક્ય છે.
આવી ભાવનાઓની ધારાથી આત્મા વિશુદ્ધ જલથી સ્નાન કરી–પવિત્ર બની સંસારની આસક્તિરૂપી કાદવને દૂર ફેંકી દે છે. પરિણામે આત્મા સંબંધી ગુણે વિકસાવી લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org