________________
ષડ્રદર્શન સુબેધિકા : ૮૫
જ્ઞાન ભણનારે આ આઠ દે અવશ્ય વર્જવા જોઈએ. (૨) દશનાચાર–
જે પદાર્થ જેવા સ્વરૂપે હોય તે પદાર્થની તેવા સ્વરૂપે પ્રતીતિ કરવી તે દર્શન, મિથ્યા પ્રતીતિ મિથ્યા સ્વરૂપ હેવાથી દર્શન તરીકે અહિં જણાવેલ નથી. દર્શનને નિર્મલ રાખવા આચાર્ય સ્વયં તેના આઠે આચારોનું પાલન કરે છે. અન્યને પણ પાલન કરાવે છે. તે આઠ આચાર આ મુજબ છે.
(૧) નિઃશંકિતઃ-શાસ્ત્રવચનમાં શંકા કરવી નહિ. (૨) નિ કાંક્ષિતઃ–અન્યમતની અભિલાષાથી પણ દૂર રહેવું.
(૩) નિર્વિતિગિચ્છા–ધર્મ સંબંધી ફળમાં સંદેહ ન રાખવે અથવા સાધુ સાધ્વીના મલિન ગાત્ર, વસ્ત્રાદિની દુર્ગછા ન કરવી.
(૪) અમૂઢદષ્ટિ– જૈન ધર્મ પ્રત્યે દઢતા ધરાવવી.
(૫) ઉપબું હણ-સમ્યકત્વી કે સાધર્મિકના અલ્પ ગુણની પણ શુદ્ધ મનથી પ્રશંસા કરવી, સેવા ભક્તિથી ઉત્સાહિત કરવા.
(૬) સ્થિરીકરણ–મંદ શ્રદ્ધાવાળા અથવા શ્રદ્ધાથી પતિત બનેલને માર્ગે લાવી ધર્મમાં સ્થિરતા કરાવવી.
(૭) વાત્સલ્ય-સાધર્મિક પ્રત્યે વાત્સલ્ય રાખવું, પ્રેમભાવ ધરાવે.
(૮) પ્રભાવના–જિનશાસનની પ્રભાવના કરવી, વ્રતાચરણ, દુષ્કર ક્રિયા આદિથી સહમને વિશેષતઃ પ્રદીપ્ત કર.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org